ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

સોહા પણ ટીવી તરફ

IFM
ટેલીવિઝનની નાની સ્ક્રીન સતત મોટી સ્ક્રીનના કલાકારોને પોતાની તરફ ખેંચી રહી છે. ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની આ રીત ફિલ્મી કલાકારોને ગમી ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકાર આ તરફ આકર્ષાયા છે. જેમા તાજુ નામ સોહા અલી ખાનનુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સોહા સ્ટાર પ્લસ પર શરૂ થનારા એક રિયાલીટી શોનુ સંચાલન કરતી જોવા મળશે. આ શો લાઈફ સ્ટાઈલના વિશે હશે. એવુ કહેવાય રહ્યુ છે કે સોહાને પ્રસ્તાવ મળતા જ તેણે હામી ભરી દીધી છે.

સોહાના પ્રશંસકો તેને નાના પડદા પર જોઈ ખુશી અનુભવશે, કારણ કે ફિલ્મોમા એ ખૂબ જ ઓછી જોવા મળે છે.