શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

હવે ખેલાડી કુમાર આવશે સુપર પાવર મગજ સાથે

N.D
ખેલાડી કુમાર ઉર્ફ અક્ષય કુમાર પોતાની ફિલ્મમાં થોડી જુદા જ પ્રકારની કરામત બતાવતા જોવા મળશે. બોલીવુડ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ફિલ્મ 'એટ બાય ટેન'માં અક્ષય કુમાર એક એવા માણસની ભૂમિકા ભજવી રહ્યા છે જેને થોડી જુદા પ્રકારની શક્તિઓ મળેલી છે. આ જ શક્તિઓની મદદથી એ લોકોના મનમાં ચાલી રહેલા વિચારોને વાંચી લે છે. આ ફિલ્મમાં એવુ પણ બતાવવામાં આવ્યુ છે કે અક્કી પોતાની વિશિષ્ટ શક્તિની મદદથી ગંભીર સમસ્યાઓનો પણ હલ કરી નાખે છે.

ટૂંકમાં તેમને ફિલ્મમાં તેમને એક એવા સુપર હીરોના રૂપમાં બતાવવામાં આવ્યા છે, જેના મગજને ઘણી શક્તિઓ મળેલી છે. હાલ જમાનો સુપર હીરો બનવાનો છે. વિદેશોમાં પણ પડદાં પર આશ્વર્યજનક સ્ટંટ દ્રશ્યો બતાવવાની પરંપરા ખૂબ જૂની છે. હવે ખેલાડી કુમાર પણ નાગેશ કુકુનૂરની ફિલ્મમાં ખૂબ જ શક્તિશાળી મગજ રાખનારા સુપર હીરોનો રોલ કરતા બતાવવામાં આવશે. આ ફિલ્મમાં તેમની સાથે આયેશા ટાકિયા અને શર્મિલા ટેગોર પણ જોવા મળશે.