શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હવે વિધુ વિનોદ વખત

IFMIFM

વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ એકલવ્યને ઓસ્કાર માટે મોકલવા પર ઘણા ફિલ્મકારો અને કલાકારોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે આ ફિલ્મની સરખામણીમાં ઘણી સારી ફિલ્મો છે. તેઓએ એકલવ્યને પણ ખરાબ ફિલ્મ કહી હતી. આ બધું વિધુ વિનોદને ભડકાવવા માટે ઘણું હતું. તેઓએ પોતાને ફિલ્મને ખરાબ કહેનારાઓને પુછ્યુ હતું કે શું તેમને સિનેમાની સમજણ છે?

વિધુના જણાવ્યાં અનુસાર જ્યારે પાછલા વર્ષે તેમની હિટ ફિલ્મ લગે રહો મુન્નાભાઈને ઓસ્કાર માટે નહોતી મોકલવામાં આવી ત્યારે તેમણે કોઇ પણના વિશે ખરાબ નહોતું કહ્યું. પરિણિતાની ટક્કર સામે પહેલીને મોકલવામાં આવી હતી. ત્યારે પણ તેમણે કોઇ પ્રકારની ટિપ્પણી નહોતી કરી. તો પછી લોકો કેમ તેમના અને એકલવ્યના વિરુધ્ધમાં બોલી રહ્યાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે ધર્મ ફિલ્મની ભાવના તલવારે એકલવ્યને બોર ફિલ્મ કહી હતી. આ પર વિધું કહે છે કે મે પણ આવું સાંભળ્યું છે. મે પણ ફિલ્મ જોઈ છે અને ફિલ્મ ખુબ જ ખરાબ છે.

વિધુનું કહેવું છે કે તેઓ તે ફિલ્મકારોમાંથી છે જે પોતાની મરજી પ્રમાણે ફિલ્મ બનાવે છે. જો ફિલ્મ સફળ થાય તો તેઓ ખુશ થાય છે અને અસફળ થવા પર તેનું તેમને કોઇ દુ:ખ નથી થતું. વિધુના જણાવ્યા પરમાણે તેમની ફિલ્મ એકલવ્યના વિદેશોમાં ખુબ જ વખાણ થયાં હતાં. આ વાત અલગ છે કે ફિલ્મને ભારતમાં પસંદ કરવામાં નથી આવી.