બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હું કોઈ પાર્ટીનો પ્રચાર નથી કરી રહ્યો - આમિર ખાન

W.D


આમિર ખાને ચૂંટણી પંચ ને લખીને જણાવ્યું છે કે તે આમ આદમી પાર્ટી નો પ્રચાર કરી રહ્યા નથી તેમણે ચૂંટણી પંચ ને જણાવ્યું હતું કે તે કોઇ પણ્ રાજકીય પાર્ટી નો પ્રચાર કરી રહ્યા નથી . આમિર ખાને જણાવ્યું તે અફવાઓ પર કાર્યવાહી થવી જોઈએ જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું .

આમિર ખાન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન માં કહેવામાં આવ્યુ છે કે આમિર કોઈ ખાસ રાજકીય પક્ષ નો પ્રચાર કરી રહ્યા નથી તે કોઈ પણ રાજકીય પક્ષ ને સમર્થન કરે છે અને ના તો પ્રચાર સોશિયલ મીડિયા પર આમિર ખાનના ફોટા ની સાથે આમ આદમી પાર્ટી ને વોટ આપવાની અપીલ નો મેસેજ ફરતો કરવામાં આવ્યો છે વેબસાઈટ પર મુકેલા આ અપીલવાળા પોસ્ટર્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી .જે અબ્દુલ કલામ ક્રિકેટર કપિલદેવ અને એક્ટર મોહનલાલ છે .

હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ વ્યકતિઓ ના ફોટા ફેક છે કે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે . આ વર્ષે જાન્યુઆરીમાં આમિર ખાને એક ટીવી ચેનલ ને કહ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલ લોકની સામે કંઈક નવી વાતો રજૂ કરી રહ્યા છે કે રાજકારણ માટે સારી છે . જો કે ચૂંટણી પંચ તેમને નેશનલ આઈકોન તરીકે રજૂ કરવા માંગે છે . એવામાં આમિર ખાન ને સ્પષ્ટ અ કરવું જરૂરી હતું કે તે કોઈ પણ જકીય પક્ષ નું સમર્થન કે પ્રચાર ન કરે .