શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હેપી બર્થ ડે રણબીર કપૂર

IFM

યુવાઓના પ્રિય અભિનેતા રણવીર કપૂર 28 સપ્ટેમ્બરના રોજ 28 વર્ષના થઈ ગયા છે. તેઓ ખૂબ જ ખુશ છે કે તેમનો જન્મદિવસ અને લતા મંગેશકરના જન્મદિવસની તારીખ એક જ છે.

'સાંવરિયા' દ્વારા પોતાનુ કેરિયર શરૂ કરનારા આ કપૂર ખાનદાનના અભિનેતાએ સતત સફળતા મેળવીને સ્થાપિત કલાકરોને ટક્કર આપી છે. તેઓ ઝડપથી પોતાના સમકાલીન અભિનેતાઓથી આગળ નીકળી ગયા છે.

સાંવરિયાએ ભલે બોક્સ ઓફિસ પર અસફળતા મેળવી હોય, પરંતુ રણબીરને પસંદ કરવામાં આવ્યો. વર્ષ 2009એ તેમના કેરિયરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જ્યારે વેક અપ સિડ, અજબ પ્રેમ કી ગજબ કહાની દ્વારા તેમણે સફળતાનો સ્વાદ ચાખ્યો. 2010માં પણ રાજનીતિ હિટ રહી.

રણબીર ફક્ત સ્ટાર જ નથી, પરંતુ તેઓ અભિનય કરવાનુ પણ સારી રીતે જાણે છે. રોકેટસિંહ, વેકઅપ સિડ અને રાજનીતિમાં તેમનો અભિનય ઉલ્લેખનીય છે.

બોલીવુડને રણવીરથી ઘણી આશાઓ બંધાયેલ છે, અને તેમને ભવિષ્યના સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે.