શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 26 જૂન 2016 (22:19 IST)

‘હાફ ગર્લફ્રેન્ડ’ના શૂટિંગ દરમિયાન શ્રદ્ધા કપૂર ઘાય઼લ

શ્રદ્ધા કપૂર ‘હાફ ગર્લફ્રેન્ડ’ના સેટ પર શૂટિંગ દરમ્યાન ઇન્જર્ડ થઈ છે. તે આ ફિલ્મમાં બાસ્કેટબૉલ પ્લેયર રિયા સોમાણીનું પાત્ર ભજવી રહી છે.

      શ્રદ્ધાએ ફોટો-શૅરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર તેના પાત્રનો અને તેને થયેલી ઈજાનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં તેના પગ પર બ્લુ બૅન્ડેજ મારેલું દેખાઈ રહ્યું છે. આ ફોટો પોસ્ટ કરતાંની સાથે તેણે કૅપ્શન આપી હતી કે ‘હું ‘હાફ ગર્લફ્રેન્ડ’માં રિયા સોમાણીનું પાત્ર ભજવી રહી છું. પગ ખેંચાઈ ગયો છે, પરંતુ બાસ્કેટબૉલના ગ્રાઉન્ડ પર રમવાની ખૂબ જ મજા આવી છે.’   આ ફિલ્મ 2017ની 28 એપ્રિલે રિલીઝ થશે.