મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. બજેટ 09
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (16:17 IST)

સાંપ્રદાયિક બજેટ છે-ભાજપ

બજેટ લીક કરવાનો આરોપ

વિરોધ પક્ષે નાણા મંત્રી પી.ચિદમબરમ પર શુક્રવારે બજેટ લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સરકાર ખેડૂતો સાથે છેતરપીંડી કરી રહી હોવાનો તેમજ બજેટને આગામી ચુંટણીને અનુલક્ષીને સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ લગાવ્યો છે.

નાણા મંત્રીનાં બજેટ બાદ ભાજપે તેની પ્રતિક્રિયા આપી હતી. જેમાં જણાવ્યું હતું કે બજેટ અનુમાન પ્રમાણે રહ્યું છે. ચિદમબરમે બજેટનાં પ્રસ્તાવોને પોતાની પાર્ટીમાં લીક કર્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બજેટના કેટલાંક દિવસો પહેલાં ખેડૂતો માટે પેકેજની માંગ કરી હતી. બધાને ખબર છે કે તે સમયે બજેટ છપાઈને તૈયાર થઈ ગયું હતુ.

પાર્ટીએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં કાર્યાલય પર થયેલી નાટકીય ઘટનાઓથી બજેટ પ્રસ્તાવ લીક થયા હોવાની વાત સાબિત થાય છે.
તો વડાપ્રધાન પદનાં દાવેદાર લાલકૃષ્ણ અડવાણીએ બજેટને સાંપ્રદાયિક ગણાવ્યું હતું. અને,તેને જોઈને લિયાકત અલીનાં સમયની યાદ આવે છે. જેના પરિણામ જગજાહેર છે.

આડવાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોનાં ઋણ માફ કરવાની વાતને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. પણ આ ઘોષણા ખૂબ મોડી કરવામાં આવી છે. હજારો ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી, ત્યારબાદ ઘોષણા કરવા સામે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. તેમજ તેને ચાર વર્ષ પહેલાં જાહેર કરવાની જરૂર હોવાની વાત જણાવી હતી.