શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Modified: મંગળવાર, 1 માર્ચ 2016 (06:40 IST)

કેન્‍દ્રીય સામાન્‍ય બજેટ - પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ 3.02 રૂપિયાનો ધટાડો

કેન્‍દ્રીય સામાન્‍ય બજેટ આજે રજૂ કરવામાં આવ્‍યું હતું. બજેટના દિવસે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્‍યા હતા. એકબાજુ પેટ્રોલની કિંમતમાં ઉલ્લેખનીય ધટાડો થયો છે ત્‍યારે ડીઝલની કિંમતમાં વધારો થયો છે. વેટ અને સેલટેક્‍સ સિવાય પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ 3.02 રૂપિયાનો ધટાડો થયો છે. જો કે ગુજરાતમાં આ ધટાડો લીટરદીઠ 3.15 રૂપિયાનો રહેશે. અમદાવાદમાં પેટ્રોલની નવી કિંમત ધટીને 58.28 થઇ ગઇ છે જે હાલમાં લીટરદીઠ 61.41 રૂપિયા છે. રાજ્‍યના તમામ ભાગોમાં પેટ્રોલની કિંમતમાં વેટ સાથે 3.15 રૂપિયાનો ધટાડો થયો છે પરંતુ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. ડીઝલ કાર ધારકોને બેવડો ફટકો પડયો છે. કારણ કે એક બાજુ કારમાં એકથી ચાર ટકાનો સેસ બજેટમાં લાગૂ કરવામાં આવ્‍યો છે જેના કારણે કાર મોંધી થઇ છે. બીજી બાજુ ડીઝલની કિંમતમાં લીટરદીઠ વેટ સિવાય 1.47 રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે. પરંતુ આ વધારો ગુજરાતમાં વેટ સાથે લીટરદીઠ 1.52નો રહેશે.

   અમદાવાદમાં ડીઝલની નવી કિંમત 50.98 રૂપિયા થઇ ગિ છે જ્‍યારે વડોદરામાં ડીઝલની નવી કિંમત 50,71 રૂપિયા થઇ છે. ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્‍યા મુજબ દિલ્‍હીમાં તાત્‍કાલિક ધોરણે પેટ્રોલની કિંમત ધટીને 59.63 રૂપિયાના બદલે હવે 56 રૂપિ.61યા થઇ ગઇ છે. ડીઝલની કિંમત 44.96 રૂપિયાથી વધીને 46.43 રૂપિયા થઇ ગઇ છે. છેલ્લે 18મી ફેબ્રુઆરીના દિવસે પેટ્રોલમાં  32 પૈસાનો ધટાડો કરાયો હતો જ્‍યારે ડીઝલમાં 28  પૈસાનો વધારો કરાયો હતો.