ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : ગુરુવાર, 6 એપ્રિલ 2017 (16:04 IST)

ચાઈલ્ડ કેર - બાળકોને ચા પીવડાવવી ખતરનાક સાબિત થઈ શકે છે !

ચા પી વી એક સામાન્ય ટેવ છે. એવુ કહેવામાં આવે છે કે દિવસમાં એક વાર ચા પીવાથી પાચન ક્રિયા ઠીક રહે છે. આ વાતમાં કોઈ શંકા નથી કે ચા પીવાથી અનેક ફાયદા પણ છે. ગ્રીન ટી, લેમન ટી, યેલો ટી એવી અનેક પ્રકારની ચા છે જે તનાવ જેવી અનેક પરેશાનીઓ દૂર કરે છે. જો કે ઘણા લોકો એવા છે જેને ચા પીવાથી ગેસની સમસ્યા થઈ જાય છે.  એક બાળક અને એક વયસ્ક પર આની જુદી જુદી અસર થાય છે. 
જાણો ચા બાળકોના આરોગ્ય પર શુ અસર કરે છે ? 
 
ચા પીતી વખતે આપણે મોટાભાગે એવુ વિચારીએ છીએ કે બાળક ચા ને બહાને કશુ પી લેશે અને આપણે તેને પણ ચા ની ચુસ્કી આપી જ દઈએ છીએ. પણ આવુ વિચારવુ ખોટુ છે. 
 
જે બાળકો વધુ ચા પીવે છે તેમનુ મગજ, માંસપેશીઓ અને નર્વસ સિસ્ટમ પર તેની ખરાબ અસર પડી શકે છે. તેના પીવાથી તેનો શારીરિક વિકાસ રોકાય પણ શકે છે. આ ઉપરાંત બાળકને બીજી પણ અનેક સમસ્યા આવી શકે છે. 
 
- આનાથી હાડકા નબળા થવા માંડે છે. 
- હાડકા અને પગમાં દુખાવો થવા માંડે છે. 
- બાળકો  ચિડચિડા થઈ જાય છે. 
- તેનાથી તેની માંસપેશીયો નબળી પડવા માંડે છે.