ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

ચાઈલ્ડ કેર : ડાયપર બાળકના વિકાસમાં બાધક !!

:
P.R
આપણી રોજીંદી જીંદગી એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે ઘણી બધી વાતો માટે આપણી પાસે સમય જ નથી. આ એક સામાન્ય પણ વિચારવા જેવો મુદ્દો છે કે આપણી પાસે ક્યારેક બાળકની નેપી બદલવાનો પણ સમય નથી હોતો. તેથી આજકાલની મમ્મીઓ ડાયપરનો વપરાશ વધુ કરતી જોવા મળી રહી છે. જે મમ્મીઓ પોતાની રાહતને માટે બાળકને ચોવીસે કલાક ડાયપર પહેરાવી રાખે છે તેમને સાવધ કરી દે તેવું એક સંશોધન થયું છે. એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે, જે બાળકો ડાયપર નથી પહેરતા તે ઝડપથી અને સારી રીતે ચાલતા શીખી જાય છે. તેની સામે જે બાળકો ડાયપર પહેરતા હોય છે તે ખૂબ મોડું ચાલતા શીખે છે. આ સંશોધન ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં કરવામાં આવ્યુ છે.

ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં કરવામાં આવેલા સંશોધનમાં 13 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ સંશોધન દરમિયાન 13 મહિનામાં 19 મહિનાની વય ધરાવતા 60 બાળકો પર અભ્યાસ કરવામાં આવ્ય હતો.

આ અભ્યાસ દરમિયાન ચાઇપર પહેરાત અને ડાયપર ન પહેરતા બાળકોની ચાલવાની ક્ષમતા કેટલી વિકસી છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ સંશોધન દરમિયાન ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, જે બાળકોએ ડાયપર પહેર્યુ હતુ તેમને ચાલવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે તેમજ તેઓ ચાલતા પણ મોડા શીખે છે જ્યારે જે બાળકોએ ડાયપર પહેર્યા ન હતા તેઓ સરળતાથી અને સમયસર ચાલતા શીખી ગયા હતા