બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

ચાઈલ્ડ કેર : ડાયાબિટિશ વીટામીન 'ડી' ની ઉણપ

P.R
એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામિન ડીની ઉણપ ધરાવતા મેદસ્વી બાળકોમાં ટાઇપ 2 ડાયાબીટિઝ વિકસિત થવાનું જોખમ હોય છે.

ડલાસમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના સંશોધકોએ જાણ્યું કે વિટામિન ડીનું ઓછું સ્તર ધરાવતા જાડા બાળકોમાં ઇન્સ્યૂલિન પ્રતિરોધક વધારે માત્રામાં હોય છે જેનો અર્થ એ છે કે તેઓ ખાદ્ય પદાર્થોમાંથી ખાંડને ઊર્જામાં ફેરવવા માટે ઇન્સ્યૂલિનનો યોગ્ય રીતે પ્રયોગ નથી કરી શકતા.

ટાઇપ 2 ડાયાબીટિઝ એ સમયે થાય છે જ્યારે શરીરમાં યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન નથી બનતું કે જ્યારે કોષોમાં ઇન્સ્યૂલિન પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઇ જાય છે.