શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

તમારુ બાળક બહેરુ તો નથી ને ? જાણો બાળકોની શ્રવણશક્તિ વિશે

P.R
તમારૂં બાળક શું સાંભળી શકે છે - નાના બાળકો મોટા અવાજ કઈ દિશામાંથી આવે છે તે દિશા તરફ તેમની નજર જાય છે. સાંભળવું અને બોલવું એ એકબીજાનું પરસ્પર સંબંધ છે. ત્રણ મહિના સુધી બાળકને તેના માતા-પિતા પાસેથી કેટલાક અવાજો સાંભળી શકે છે. અને ઓળખેલા અવાજ સામે તેની કેટલીક પ્રતિક્રિયા કરતાં હોય છે.

બાળકની શ્રવણશક્તિ કેવી રીતે વિકસે છે? બાળકનો વિકાસ થતી વખતે તે ગુસ્સા અને પ્રેમની ભાવનામાં તફાવત સમજી શકે છે. વિવિધ અવાજ બાળકને સંવાદ સાધવા માટે મદદ કરે છે. ખવરાવતી વખતે, સ્નાન કરાવતી વખતે, તેનાથી રમતી માતાએ તેની સાથે સતત વાતો કરવી જોઇએ.

બાળકમાં શ્રવણનાદોષને કેવી રીતે ઓળખશો? - સાંભળવું અને બોલવું એનું પરસ્પરસંબંધ છે. જો તમારૂં બાળક ૩ વર્ષનો થયા પછી પણ બોલી શકતુ ના હોય તો તે માટે તમારા ડૉક્ટરની સલાહ લેવું યોગ્ય છે. શ્રવણદોષ હોય તો તમારૂં બાળક બોલી શક્તુ નથી.