શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

ફીગર જાળવવાની લ્હાયમાં મોર્ડન માતાઓ બાળકને સ્તનપાન કરાવતી નથી

P.R
બાળ મૃત્યુ દર ઘટાડવા તથા માતાના દૂધનું મહત્વ, તેની જરૃરિયાત તેના ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે ઓગષ્ટ મહિનાના પહેલા અઠવાડીયામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવાય છે.

નવી સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગના વડા ડૉ. વિજય શાહે માતાના દૂધની જરૃરિયાત તેના લાભો અંગે જણાવ્યું કે, આ વર્ષની વિશ્વ સ્તનપાન સપ્તાહની થીમ બ્રેસ્ટ ફીડીંગ સપોર્ટ કલોઝ ટુ મધર છે. કુટુંબના દરેક સભ્યો, નર્સીંગ બહેનો, આંગણવાડીની કાર્યકર, આસાબહેનો, ડૉકટરો, પ્રસૂતિ કરાવતી બહેનો વિગેરે દરેક વ્યક્તિઓએ મહિલાને પોતાના બાળકને સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ અને ધાવણને લાગતા કોઇપણ પ્રશ્નોનો નિરાકરણ કરવું જોઇએ. આજના આધુનિક યુગમાં શહેરની કેટલીક મહિલાઓ પોતાના ફીગરની જાળવણી કરવા માટે પોતાના બાળકને સ્તનપાન કરાવવાને બદલે ઉપરનું દૂધ આપે છે. જેના લીધે બાળકને ઝાડા-ઉલ્ટી, ન્યુમોનિયા, શરદી, ખાંસી જેવી બિમારી થવાની શક્યતા છે. જન્મના અડધા કલાકમાં જ માતાએ બાળકને છાતીએ લગાડીને પોતાનું દુધ પીવડાવવું જોઇએ. બાળકના જન્મથી છ માસ પૂર્ણ થાય ત્યાં સુધી ફક્ત સ્તનપાન જ કરાવવું જોઇએ. બાળકની ઉંમર છ માસની થયા બાદ ઘરનો બનેલો ખોરાક આપવાનું ચાલુ કરવું જોઇએ.

ગવર્મેન્ટ મેડીકલ કોલેજના પી.એસ.એમ. વિભાગના વડા ડૉ. એસ.કે. કંથારીયાએ કહ્યું કે, ભૂતકાળમાં ન્યુમોનિયા, ઝાડા-ઉલ્ટી, કુપોષણના લીધે ઘણાં બાળકો મોતને ભેટતા હતાં. બાળમૃત્યુ ઘટાડવા માટે પી.એસ.એમ. વિભાગમાં ગુજરાતની ૨૦૦થી ૨૫૦ જેટલા તબીબો ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. જેના લીધે બાળમૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.