શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

બાળકને ખીલવા દો, કસોટીમાંથી પસાર થવા દો

P.R
સંતાનોના કારકિર્દિ ઘડતર માટે વાલીઓ ચિંતિત હોય છે અને સંતાનો બાળવયમાં જ તનાવગ્રસ્ત બની જાય છે. વાસ્તવમાં બાળકોને પોતાની ક્ષમતા પ્રમાણે ખીલવા દો તો એમનું વ્યકિત્વ પૂરબહાર ખીલી ઉઠે છે. બાળકને વૈજ્ઞાનિક કસોટીમાંથી પસાર કરીને ઋચિ ભણીને ભાવિ અંગે માર્ગ-દર્શન આપવામાં આવે છે.

તેઓએ જણાવ્યું હતું કે, અંગ્રેજી શબ્દ એજ્યુકેશનનો અર્થ છે. ‘‘ટુ ડ્રો આઉટ'' એટલે કે વિદ્યાર્થીઓની અંદર ટેલેન્ટ, આવડત, ક્ષમતા, રૂચિ, ગુણો વગેરે જે કંઇ છુપાયેલ છે. એ બહાર લાવવું. પરંતુ અત્યારની એજ્યુકેશન સિસ્ટમ બાળકને ‘પુરા-ઇન' બનાવી દે છે.

અભ્યાસક્રમના પુસ્તકોમાં આપેલી માહિતી. આંકડા, સિંધ્ધાં તો, વિચારો વગેરે બાળકની અંદર બળજબરીથી ઠાંસી દીવું. અને પરીક્ષામાં એ બધુ પાછુ ઓકી નાખવું. પરીક્ષા ગયા પછી તેને ભુલી જવું. જે બાળક આ ચોકઠાની બહાર કંઇક અલગ વિચારતુ હોય તેને ડફોળ, ગમાર, ઠોઠનું લેબલ મારી તેની મૌલીક સર્જતાત્મ કતાને પ્રોત્સા હન આપવાને બદલે એક કાંસીયામાં ધકેલી દેવામાં આવે છે. કે તું જીવનમાં કંઇ નહી કરી શકે. આ વાત તારે જમીન પર ફિલ્માના આમીરખાને ખૂબ સારી રીતે સમજાવી છે. પરંતુ જેમ ઘોડાની આંખે ડાબલા બાંધી દેવાથી તે આડુ-અવળુ જોતો નથી એવી જ રીતે આપણે પણ વિચારતા થઇ ગયેલા છીએ કે શું કરવાથી વધારે પૈસા મળે ? પોતાનાનીજી સુંખ-સંતોષનું તો આપણે મન કંઇ જ મૂલ્ય નથી.

આ વૈજ્ઞાનિક કસોટીથી શું ફાયદાઓ થાય ?

સંતાનો માતા-પિતાનું સર્વસ્વ્ છે. આ કસોટી દ્વારા માતા-પિતાને બાળકની શકિત અને નબળાઇનો સાચો પરિચય થાય છે. બાળકની સાચી ઓળખ મેળવ્યાે બાદ બાળકના સર્વાગી વિકાસનું આયોજન કરી શકાય છે. બાળક સાથે સંવાદિતતા સારી રીતે સાધી શકાય છે આથી જનરેશન ગેપ ને દૂર કરી શકાય છે. બાળકની શીખવાની જન્મ જાત પધ્ધસતી જાણીને બાળકની અભ્યાનસકીય કારકીર્દી તથા વિષય પસંદગી સારી રીતે થઇ શકે છે. બિનજરૂરી ટયુશન અને કોર્સ પાછળ થતા ખર્ચમાંથી મુકિત મેળવી બાળકના અભ્યાીસના સાચા માર્ગદર્શક બની શકાય છે. આ કસોટી દ્વારા તમને તમારા સાચા વ્યાકિતત્વરની જાણ થાય છે જેના થકી તમે યોગ્યન જીવનસાથીની પસંદગી કરી સુખી. આનંદમય અને સફળ દામપત્યસ જીવન જીવી શકો છે. બીઝનેસ અને કોર્પોરેટ વિશ્વમાં તમારી અને તમારા કર્મચારીઓની આવડત શકિત અને ક્ષમતાના જ્ઞાન થકી વ્યેવહારમાં તેની અસરકારકતા વધારી શકો છે. બીઝનેસમાં કર્મચારીઓના જ્ઞાનનો સાચી દિશામાં ઉપયોગ કરી શકાય છે. આપણી આયોજન શકિત સુધારી શકાય છે. આમ આ વૈજ્ઞાનીક માહિતી દ્વારા તમને ઘણું બધુ જ્ઞાન મળી શકે છે. જેનો મુખ્ય આધાર કાઉન્સલીંગ છે.