બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

બાળકો નાનપણથી જ ટેવ પાડો...

* બાળકોને નાનપણથી જ નાના-નાના સરળ-સંભવ સંકલ્‍પો કરવાની ટેવ પાડો, સંકલ્‍પ તૂટવાથી આ પ્રત્‍યે તેમની આસ્‍થા ઓછી થઈ જાય છે. જેથી તેને મોટા અને નિભાવી ન શકાય તેવા સંકલ્‍પો માટે વિવશ ન કરવા.

* બાળકોને ટેવ પાડો કે તે પોતાની વસ્‍તુ સંભાળીને રાખે જેથી શાળામાં પણ તેમનું દરેક કામ વ્‍યવસ્‍થિત રહે અને રોજ જરૂરી વસ્‍તુ શોધવામાં સમય નષ્ટ ન થાય.

* બાળકોને અક્ષરજ્ઞાન આપતાં પહેલા જે શીખવવાના છો, તે અંગેની અગત્‍યની વસ્‍તુઓની જાણકારી આપો, જેમકે ક થી કાગળ, કાજુ, કૂતરો, જેથી ક ની બારખડીના વિવિધ અક્ષરોથી તે માહિતગાર થઈ જાય.