ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

બાળકોની સારવાર કેવી રીતે કરશો....

N.D
ધાવણા બાળકોને દૂધ પીવડાવ્‍યાં પછી ઓછામાં ઓછા એક કલાક સુધી પેટની માલિશ ન કરવી.

નવજાત શિશુને હાથ લગાવતાં પહેલા દરેક વ્‍યક્‍તિએ પોતાના હાથ-પગ સાફ કરવા જોઈએ. શિશુને નવડાવતી વખતે પણ હાથ-પગ સાફ કરીને જ એને હાથ લગાવવું જોઈએ.

નવજાત શિશુની આંખમાં કાજળ આંજવું જોઈએ નહીં. કાજળમાં સીસાનું પ્રમાણ હોય છે. જેને લીધે બાળકના શરીરમાં સીસાનું ઝેર પણ પ્રસરી શકે છે.

નાના બાળકો માત્ર દૂધ પીવાથી વધુ તંદુરસ્‍સ્‍ત નથી થતા, જેથી બાળકોને બળજબરીથી દૂધ ન પીવડાવતાં એટલું જ દૂધ પીવડાવવું કે જેટલું તે પચાવી શકે.

નાના બાળકો સાથે બહાર જતી વખતે બાળકોનાં એક જોડી કપડા જરૂર સાથે રાખવા.