ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

વધારે પડતો પ્રેમ બગાડે છે બાળકોને

N.D
માતા-પિતાનો વધારે પડતો પ્રેમ બાળકોને હંમેશા તેમના પર નિર્ભર અને ડરપોક કરી દે છે. આજે જમાનો ખુબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. વર્તમાન સમયમાં બાળકને આગળ વધવા માટે આત્મનિર્ભર બનવું જરૂરી થઈ ગયું છે. તેમની દરેક નાની મોટી બાબતો માટે જો તેઓ માતા-પિતા પર જ નિર્ભર રહેશે તો તેઓ પાંગળા બની જશે.

જો ભવિષ્યમાં પણ તેમને માતા-પિતા તરફથી આટલી બધી મદદ મળતી રહી તો તેઓ પોતાના પગ પર કંઈ જ નહી કરી શકે. બાળકોને કંટ્રોલમાં રાખવા જરૂરી છે પરંતુ તેમને એટલા બધા કંટ્રોલમાં પણ ન રાખશો કે તેઓ કે તેઓ બહારની દુનિયા પણ જોઈ ન શકે અને ઘરમાં જ દબાઈને રહી જાય અને તેમનો વિકાસ ન થઈ શકે. તેનાથી તેમનું જીવન પાંગળું બની જશે.

હાલનો યુગ ખુબ જ પ્રતિભાશાળી દેખાવાનો છે. આજે આપણે નાના બાળકોને પણ ટીવી પર રિયાલીટી શોમાં પોતાની પ્રતિભાને બતાવતાં જોઈએ છીએ. ત્યાં બીજી બાજુ ઘણાં એવા પણ બાળકો આપણે જોઈએ છીએ કે જેમની અંદર ઘણી બધી પ્રતિભા હોવા છતાં પણ તેઓ તેને બહાર બતાવવાની હિંમત નથી કરી શકતાં અને આખી જીંદગી તેને અંદર જ દબાવી રાખે છે. આમાં બાળકોનો કોઈ જ દોષ નથી દોષ છે તેમના માતા-પિતાનો જે તેમને આગળ મોકલતાં ડરે છે.

તેથી માતા-પિતાની ફરજ છે કે તેઓ પોતાના બાળકની પ્રતિભાને જાણીને તેને આગળ જવા માટે પ્રોત્સાહન આપે.