શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|

સ્ત્રીઓ માટે માલિશના નિયમ

N.D
જે રીતે નાના બાળકો માટે માલિશ જરૂરી છે તે જ રીતે ગર્ભધારણ બાદ સ્ત્રીઓ માટે પણ માલિશ કરવી ખુબ જ જરૂરી છે. આનાથી સ્ત્રીનું શરીર સુગઠિત બને છે. અમે તમને સ્ત્રીઓની માલિશને લગતી થોડીક મહત્વપુર્ણ વાતો જણાવીએ છીએ-

* માસિક ઋતુ તેમજ ગર્ભાવસ્થામાં પેટ તેમજ ગર્ભાશયના ભાગને છોડીને અન્ય સમયમાં આખા શરીરની માલિશ કરવી જોઈએ.

* સ્ત્રીઓએ પોતાના શરીરની માલિશ જાતે ન કરતાં કોઈ જાણીતી દાઈ કે ઘરની અન્ય મહિલા પાસે કરાવો. સ્ત્રીઓ ખુલ્લા સ્થળે માલિશ નથી કરી શકતી એટલા માટે બંધ રૂમમાં પણ પ્રકાશ અને હવાની યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે.

* પ્રસુતિ બાદ દોઢ બે મહિના સુધી કોઈ અનુભવી સ્ત્રી પાસે અવશ્ય માલિશ કરાવવી જોઈએ, જેથી રીને પ્રસુતાના શરીરની શિથિલતા અને નબળાઈ દૂર થઈ શકે. ગર્ભના ફેલાવ અને દબાવને કારણે પેટ, કમર અને કુલ્હાની ત્વચા ઢીલી પડી જાય છે જે માલિશથી ફરીથી ચુસ્ત અને સુગઠિત થઈ જાય છે. શરીર પણ ચુસ્ત-દુરસ્ત, સુગઠિત અને શસક્ત થાય છે તેમજ ત્વચા કાંતિપુર્ણ થાય છે.

* જે સ્ત્રીઓની પોતાની દેહયષ્ટિ વધારે સુગઠિત રાખવાની ઈચ્છા હોય તેમણે તો નિયમિત રૂપે માલિશ કરાવવી જોઈએ.આ તેમને માટે હળવો વ્યાયામ પણ છે અને શરીરને પુષ્ઠ, ઠોસ અને સંતુલિત રાખવાનો અચુક ઉપાય પણ.