ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ખ્રિસ્તી
  4. »
  5. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By પરૂન શર્મા|

ખ્રિસ્તી ધર્મ

ખ્રિસ્તી ધર્મ એટલે કે ક્રિશ્વિયન ધર્મ એ દુનીયાનો સૌથી મોટો ધર્મ છે. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપદેશો પર આધારીત છે અને બાઈબલ તેનો ધર્મગ્રંથ છે.

ખ્રિસ્તીઓ એક જ ઈશ્વરમાં માને છે, પણ તેને ત્રણ સ્વરૂપે પૂજે છે. એ ત્રણ સ્વરૂપ એટલે પરમપિતા પરમેશ્વર, તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા. પરમપિતાએ આ સૃષ્ટીનું સર્જન કર્યુ છે અને તેઓ જ આ સૃષ્ટીના શાસક પણ છે એવું ખ્રિસ્તી ધર્મ માને છે.

ઈસુ એક યહુદી હતા. તેમનો જન્મ ઈઝરાઈલના બેથલેહામમાં થયો હતો. ખ્રિસ્તીઓના મતે તેમની માતા મરીયમ જીવનભર કુંવારા રહ્યા હતા. ઈસુ તેમના ગર્ભમાં પરમપિતા પરમેશ્વરની કૃપાથી ચમત્કારીક રૂપે આવ્યા હતા.

ઈસુ વિષે યહુદી નબીઓએ ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, એક તારણહાર જન્મ લેશે. કેટલાક લોકોના મતે ઈસુ ભારત પણ આવ્યા હતા.

ઈસુએ ઈઝરાઈલમાં યહુદીઓ વચ્ચે પ્રેમનો સંદેશો આપ્યો હતો અને કહ્યું કે તે ઈશ્વરના પુત્ર છે. તેમની આ વાત પર રૂઢીચુસ્ત યહુદી ધર્મગુરૂઓ રોષે ભરાયા હતા અને તેમના કહેવાથી રોમન રાજ્યપાલે ઈસુને ક્રોસ પર લટકાવીને મૃત્યુદંડ આપવાની સજા આપી હતી.

ખ્રિસ્તીઓની માન્યતા અનુસાર ત્રણ દિવસ પછી ઈસુ ભગવાનનો પુનર્જન્મ થયો હતો. ઈસુના ઉપદેશો બાઈબલમાં તેમના શિષ્યો દ્વારા લખવામાં આવ્યા છે.

પવિત્ર આત્મા એટલે જેની અંદર ઈશ્વરનો અનુભવ થાય. તે ઈસુના ચર્ચનો સંકેત આપે છે. ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલના બે ભાગ છે. પહેલો ભાગ અને યહુદીઓનો ધર્મગ્રંથ એક જ છે. જ્યારે બીજા ભાગમાં ઈસુના ઉપદેશો, તેમના જીવન અને તેમના શિષ્યો વિષેની માહિતી છે.