બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ખ્રિસ્તી
  4. »
  5. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

મૃત્યુનો અર્થ

W.D

મૃત્યુનો અર્થ છે- કે જ્યારે સમય પૂર્ણ થઈ જાય છે.... અનંતા આરંભ થાય છે.... જેવી રીતે મનુષ્ય માટે એક જ મૃત્યું અને તેના માટે ન્યાય થવો તે નક્કી જ છે.

મૃત્યુંનો અર્થ જેઓ વિશ્વાસ કરે છે અને જેઓ નથી કરતાં તે બધાના માટે અલગ-અલગ છે. જે ખ્રિસ્તીઓ વિશ્વાસ કરે છે તેમના માટે મૃત્યું જ માનવ જીવનનો અંત નથી પરંતુ તે છે વધારે ગૌરવશાળી અને આનંદમય જીવનની અંદર પ્રવેશ કરવો જેનો કોઈ જ અંત નથી કેમકે જેવી રીતે સંત પૌલુસ આપણને કહે છે ભાઈઓ હવે હું તમને તે સુસમાચારનું સ્મરણ કરાવવા માંગુ છું જે મે તમને સંભળાવ્યું હતું અને જે તમે ગ્રહણ કર્યું હતું.

જેની અંદર તમે અટલ બનેલા છો અને જેનાથી તમારી મુક્તિ થઈ રહી છે જેવું મે તેમને સંભળાવ્યું છે તેવી રીતે તમે પણ તેનું પાલન કરતાં રહો. નહીતર તમે નકામો જ વિશ્વાસ કર્યો છે. મે તમને સૌથી પહેલાં તથા પ્રધાનત: તે સંદેશ સંભળાવ્યો જેને મે જાતે જ મેળવ્યો હતો કે ધર્મગ્રંથ અનુસાર ખ્રિસ્ત આપણા પાપો માટે મર્યા અને દફનાવવામાં આવ્યાં.

ત્યારે તેમણે પાંચ સો કરતાં પણ વધારે ભાઈઓને એક જ સાથે દર્શન આપ્યા જેમાંથી મોટા ભાગના આજ સુધી જીવીત છે જો કે થોડાક મૃત્યું પણ પામ્યા છે. ત્યાર બાદ તેમણે યાકૂબને દર્શન આપ્યા અને ત્યાર બાદ બધા જ પ્રેરિતોને અને સૌથી પાછળ તેમણે મને પણ માનો કે અકાળ જન્મેલાને પણ દેખાઈ પડ્યાં કેમકે હું પ્રેરિતોમાં સૌથી નગણ્ય છુ, પ્રેરિત કહેવડાવવાના યોગ્ય પણ નથી કેમકે મે ઈશ્વરની ગિરજા પર અત્યાચાર કર્યા હતાં.

હું જે કંઈ પણ છુ તે તેની કૃપાથી છુ અને મારા પર તેની કૃપા નિષ્ફળ નથી થઈ. મે તે બધાથી વધારે પરિશ્રમ કર્યો છે આ મે નહી ઈશ્વરની કૃપાએ કર્યું છે જે મારી સાથે છે.