શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 2 જાન્યુઆરી 2017 (12:19 IST)

સુપ્રીમ કોર્ટે અનુરાગ ઠાકુરને હટાવ્યા, શુ થશે જેલની સજા ?

લોઢા કમિટીની ભલામણોને બીસીસીઆઈ દ્વારા લાગૂ કરવામાં થઈ રહેલ આનાકાની કરવી બીસીસીઆઈને ભારી પડી છે. કોર્ટે સખત નિર્ણય લેતા બોર્ડ અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કેને પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે અનુરાગને આદેશનું ઉલ્લંઘન કરવાની નોટિસ પણ આપી છે. શિર્કી આ વાત પર ટિપ્પણી કરતા કહ્યુ કે મને અત્યાર સુધી કોર્ટની કોપી મળી નથી. 
 
બીજી બાજુ જસ્ટિસ લોઢાએ આ નિર્ણયનુ સ્વાગત કરતા કહ્યુ કે આ રમતની જીત છે. આ નિર્ણયથી બીજા રમત સંગઠનોએ સબક મળશે. તેમને કહ્યુ કે તેમને પોતાની 3 ભલામણો બોર્ડને મોકલી હતી પણ તેમને તેને માની નહી. 
 
સુપ્રીમ કોર્ટમાં દોઢ વર્ષથી ચાલી રહેલ આ મામલાની આજે મહત્વની સુનાવણી થઈ. અગાઉની સુનાવનીમાં કોર્ટે પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો હતો અને પોતાના તેવર પણ સ્પષ્ટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગાઉની સુનાવણીમાં ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરે કહ્યુ હતુ કે બીસીસીઆઈ પ્રમુખ અનુરાગ ઠાકુર પર કોર્ટના આદેશના ઉલ્લંઘનનો કેસ ચલાવી શકાય છે. આ માટે અનુરાગ ઠાકુર જેલ પણ જઈ શકે છે.