મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 5 નવેમ્બર 2025 (12:46 IST)

હાર્દિક પડ્યાએ 8 વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે મળીને ધોઈ ગાડી, કારની સફાઈ કરતા કરતા કર્યો રોમાંસ (Video)

Hardik Pandya
hardik pandya
હાર્દિક પડ્યા મોટેભાગે જ કોઈને કોઈ કારણે ચર્ચામાં બન્યા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટની દુનિયાનો આ સ્ટાર પોતાની નવી નવેલી ગર્લ ફ્રેંડને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિકથી સાથે છુટાછેદા પછી હાર્દિકનુ નામ જૈસ્મિન વાલિયા સાથે જોડાયુ હતુ. બંને અનેક સ્થળે સાથે પણ જોવા મળ્યા.   પરંતુ અચાનક, હાર્દિકે તેની નવી ગર્લફ્રેન્ડ, મહિકા શર્મા સાથેના સંબંધોને સત્તાવાર બનાવીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. હાર્દિક અને મહિકા હવે વારંવાર સાથે જોવા મળે છે. આ દરમિયાન, બંનેનો એક સાથે કાર ધોતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 
 
હાર્દિકે ગર્લફ્રેંડ માહિકા સાથે મળીને ધોઈ કાર 
હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અને તેની ગર્લફ્રેન્ડ માહિકાનો એક નવો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, બંને એકસાથે કાર ધોતા જોઈ શકાય છે. હાર્દિક કપડાથી કાર સાફ કરે છે, ત્યારે માહિકા પાણી રેડે છે. આ દરમિયાન, એક ક્ષણ એવી આવે છે જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું: માહિકા હાર્દિકને ગાલ પર પ્રેમથી ચુંબન કરે છે. બંને વચ્ચેની આ રોમેન્ટિક ક્ષણની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

 
ફેંસએ લુટાવ્યો પ્રેમ 
હાર્દિક પડ્યા અને માહિકા શર્માએ આ વીડિયો પર યૂઝર ખૂબ પ્રેમ લૂંટાવી રહ્યા છે. એક યૂઝરે વીડિયો પર કમેંટ કરતા લખ્યુ - ભગવાન જી આવી મોમેંટ તો અમે પણ ડિઝર્વ કરીએ છીએ.  બીજી બાજુ એકે મજાકના અંદાજમાં લખ્યુ - હાર્દિક પડ્યા પાક્કા ગુજરાતી છે. કરોડોના માલિક થઈને પણ કારની ધુલાઈના 300 બચાવી લીધા. એકે લખ્યુ - સો ક્યુટ.. બીજી બાજુ કેટલાક યુઝર છે જે હાર્દિકના ફેંસ પર નિશાન સાધતા જોવા મળ્યાઅ. એકે કમેંટમા લખ્યુ - આવો જ વીડિયો નતાશાએ નાખ્યો હોત તો ટ્રોલ્સ પીછે પડી જતા.  
 
હાર્દિક પંડ્યાએ ઓફિશિયલ કરી રિલેશનશિપ 
ઉલ્લેખનીય છે કે હાર્દિક પડ્યાએ ઓક્ટોબરમાં જ માહિકા શર્મા સાથે પોતાની રિલેશનશિપ ઓફિશિયલ કરી છે.  ક્રિકેટરે તેની મોડેલ ગર્લફ્રેન્ડ સાથેના કેટલાક ફોટા શેર કરીને તેમના સંબંધોની પુષ્ટિ કરી. હાર્દિકે આ વર્ષે મહિકા સાથે તેનો જન્મદિવસ પણ ઉજવ્યો, જેની એક ઝલક તેણે સોશિયલ મીડિયા પર શેર કરી, અને ત્યારથી બંને દિવાળી સહિત વિવિધ ખાસ પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે.