શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (14:20 IST)

જો આવુ થશે તો ભારત T-20ની રેંકિંગમાં નીચે ગબડી જશે

ટીમ ઈંડિયા વેસ્ટઈંડિઝની ટેસ્ટ શ્રેણી જીત્યા પછી ખૂબ ઉત્સાહમાં દેખાય રહી છે. ભારતીય ટીમ જો વેસ્ટઈંડિઝ સાથે થનારી બંને મેચોની ટી-20 શ્રેણી હારી જાય છે તો તે આઈસીસી ટ્વેંટી-20 રૈંકિંગમાં પોતાનુ બીજુ સ્થન ગુમાવી દેશે. ભારત(128)હાલ રૈંકિંગમાં ટોચ પર રહેલ ન્યુઝીલેંડ (132) થી ચાર અંક પાછળ છે.  જ્યારે કે વેસ્ટઈંડિઝ (122)ત્રીજા સ્થાન પર છે.  કેરેબિયાઈ ટીમ જો ભારતને 2-0થી હરાવી દે છે તો તેના 127 અંક થઈ જશે અને તે બીજા સ્થાન પર પહોંચી જશે. બીજી બાજુ ભારતના 124 અંક રહી જશે અને તે ત્રીજા સ્થાન પર ધકેલાઈ જશે. ભારતીય ટીમ જો 2-0થી શ્રેણી જીતે છે તો તેના ન્યુઝીલેંડ જેટલા અંક થઈ જશે. પણ દશાંશની ગણનાથી ભારતીય ટીમ બીજા સ્થાન પર જ રહેશે.  આવામાં વેસ્ટઈંડિઝના 118 અંક રહી જશે અને તે દક્ષિણ આફ્રિકા(119) થી એક અંક પાછળ રહીને ચોથા સ્થાન પર પહોંચી જશે. શ્રેણી 1-1થી બરાબર રહેતા ભારતના 128 અંક જ રહેશે. જ્યારે કે વેસ્ટઈંડિઝના 123 અંક થઈ જશે.