શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 ફેબ્રુઆરી 2016 (10:27 IST)

ગજબની વાઈરલ થઈ રહી છે ટીમ ઈંડિયાના ગુજ્જુ ઓલરાઉંડર રવિન્દ્ર જડેજાની આ ફોટો

ટીમ ઈંડિયાના ઓલરાઉંડર રવિન્દ્ર જડેજાએ તાજેતરમાં જ સોશિયલ સાઈટ પર એક ફોટો શેયર કરી છે જેમા તે પોતાની ફિયાંસી રીવાબા સાથે બેસ્યા છે. જડેજા-રીવાબાની આ તસ્વીર ખૂબ વાયરલ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા સાથે ટી20 શ્રેણી જીત્યા પછી જડેજાએ પોતાની ફિયાંસી સાથે સગાઈ કરી. તાજેતતમાં જ એક ઈંટરવ્યુમાં જડેજાએ કહ્યુ હતુ કે રીવાબા મારે માટે ખૂબ લકી છે કારણ કે સગાઈના થોડાક જ કલાક પછી તેમની એશિયા કપ અને ટી 20 વર્લ્ડ કપની ટીમમા પસંદગી થઈ ગઈ. 
જો કે ક્રિકેટને લઈને રીવાબામાં કોઈ ઉત્સાહ કે રસ નથી. રીવાબા ક્રિકેટને સમયની બરબાદી માને છે. રીવાબાનુ કહેવુ છે કે મારી પ્રાથમિકતા યૂપીએસસી પરીક્ષા છે. ત્યારબાદ જો સમય મળ્યો તો હુ મેચ જોઈશ. આવનારા સમયમાં જડેજા  પણ અનેક મહિના સુધી ક્રિકેટમાં વ્યસ્ત રહેશે.  પહેલા એશિયા કપ પછી ટી20 વર્લ્ડ કપ અને પછી એપ્રિલ-મે મા આઈપીએલ 9 માં તેઓ રમશે.