શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 7 ફેબ્રુઆરી 2015 (09:53 IST)

ધોનીને ઘરે આવી લક્ષ્મી... પુત્રીનો જન્મ થયો

વિશ્વ કપ પહેલા ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ઘરે ખુશીયોની કિલકારી ગુંજી ગઈ છે. સમાચાર મુજબ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ ગુડગાવના ફોર્ટિસ હોસ્પિટલમાં એક પુત્રીને જન્મ આપ્યો છે. 
 
જો કે ધોની હાલ પોતાની પુત્રીને નહી જોઈ શકે કારણ કે તે આ સમયે વિશ્વ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે. 
 
ડોક્ટરો મુજબ બાળકનું વજન 3.7 કિ.ગ્રા છે. 
 
ઉલ્લેખનીય છે કે ધોની દંપતી અને તેમના પરિવારે સાક્ષીની પ્રેગ્નેંસીના સમાચાર એકદમ ગોપનીય રાખ્યા હતા. પણ સાક્ષી ધોનીએ પોતાની એક સ્માઈલ કરતી ફોટો સાથે 'All smiles!!!' ટ્વીટ કર્યુ હતુ. ત્યારથી જ લોકો અટકળો લગાવી રહ્યા હતા કે ધોની પિતા બનવાના છે.