શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: એંટીગા. , શુક્રવાર, 22 જુલાઈ 2016 (14:24 IST)

વિરાટ સદીનો પ્રથમ દિવસ, ભારતના 4 વિકેટ પર 302

કત્પાન વિરાટ કોહલીના શાનદાર સદી અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન(84) ની હાફસેંચુરીને કારણે ભારતે વેસ્ટઈંડિઝ વિરુદ્ધ પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પહેલા દિવસની રમત ખતમ થતા સુધી 90 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 302 રન બનાવી લીધા. 
 
વિરાટ 143 અને રવિચંન્દ્રન અશ્વિન 22 રન બનાવીને ક્રીજ પર હાજર છે. વિરાટનો આ ટેસ્ટ ક્રિકેટમાં 12મી અને વેસ્ટઈંડિઝની ધરતી પર પ્રથમ સદી છે. ભારતીય કપ્તાને આ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 3000 રન પણ પૂરા કરી લીધા.  પોતાની આ સદીની સાથે વિરાટના પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગનો એક મોટો રેકોર્ડ તોડી પોતાને નામ કરી લીધો. વિરાટ ભારત માટે 12 ટેસ્ટ સદી પૂર્ણ કરનારા બીજા સૌથી ઝડપી બેટ્સમેન બની ગયા છે. તે સહવાગની 77 દાવમાં 12 સદીનો રેકોર્ડ તોડી તેમનાથી આગળ નીકળી ગયા છે. કોહલીએ 72 દાવમાં આ ઉપલબ્ધિ મેળવી લીધી. 
 
આ પહેલા ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો. ભારતની શરૂઆત સારી ન રહી અને ટીમે સાતમી જ ઓવરમાં પોતાના 14 રનના સ્કોર પર મુરલી વિજય(સાત)ની વિકેટ ગુમાવી. પણ ત્યારબાદ શિખર અને ચેતેશ્વસ્ર પુજારાએ ધૈર્ય સાથે રમતા બીજા વિકેટની અણનમ ભાગીદારીમાં 20.4 ઓવરમાં 58 રન જોડ્યા. પુરાજા 16 રન બનાવીને બિશૂના શિકાર બન્યા.