શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 30 જૂન 2010 (17:51 IST)

BCCI 684 કરોડનો વેરો ચૂકવશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ રૂ. 684 કરોડની ચૂકવણી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે આવકવેરા વિભાગ છેલ્લા બે વર્ષના ટેક્સમાં કોઈપણ ભોગે છૂટ આપવા તૈયાર નથી તેવું લાગી રહ્યું છે.

વિશ્વના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ આવકવેરા કાયદાના સેક્શન 11 અંતર્ગત 2008-09 માટે રૂપિયા 421 કરોડ અને 2009-10 માટે રૂપિયા 145 કરોડની ટેક્સમાં છૂટ આપવાની માગણી કરી હતી.

બોર્ડે આ છૂટની માગણી પોતાની ચેરિટેબલ એક્ટિવિટી અને રમતગમત ક્ષેત્રેના ઉત્થાન માટે પોતાની ઐતિહાસિક ભૂમિકાને રજૂ કરીને માગી હતી.