બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

IPL 6 spot fixing: : તો બની જતી 'ઈંડિયન પોર્ન લીગ'...

.
P.R
ઈડિયન પ્રીમિયર લીગ બનવા જઈ રહી હતી. 'ઈંડિયન પોર્ન લીગ' ખેલાડીઓની બનવાની હતી અશ્લીલ વીડિયો. અશ્લીલ વીડિયો દ્વારા ખેલાડીઓને બ્લેકમેલ કરવાના હતા. આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરનારા ખેલાડીઓ પોતાના જાળમાં કાયમ માટે ફાંસી રાખવાનુ એક એવુ ષડયંત્ર તૈયાર કર્યુ હતુ, જો તેઓ તેમા સફળ થઈ જાય તો આ પંટર તેમને પોતાને ઈશારે નચાવતા.

ચંદીલા બુકી સાથે લડ્યા તો MMS બનાવવાનો આઈડિયા આવ્યો

ફિક્સિંગના પંટરોએ શ્રીસંત, અંકિત ચૌહાણ અને અજીત ચંદીલાને લટ્ટૂની જેમ પોતાના ઈશારા પર નચાવવાની પૂરી તૈયારી કરી લીધી હતી. આ એવુ ષડયંત્ર હતુ. જેમા આખી ઈંડિયન પ્રીમિયર લીગ ઈંડિયન પોર્ન લીગ બની જતી. આને આ જ જાળ હતી. જેને બુકીયોના સિંડિકેટે ગૂંથી હતી. આ સિંડિકેટનેખેલાડીઓના અશ્લીલ વીડિયો બનાવવાનો આઈડિયા ત્યારે આવ્યો જ્યારે પાંચ મે ના રોજ અજીત ચંદીલાએ સોદાના હિસાબના 40 લાખમાંથી 20 લાખ એડવાંસ માગ્યા, પણ ફિક્સ ઓવર ફેંકતા પહેલા બુકીને ઈશારો કરવાનુ ભૂલી ગયા. જેના પર બુકી આ ઓવરના ભાવ ખોલી જ નહી શક્યા. અને તેને ચંદ્રીલાને એડવાંસ 20 લાખ પરત કરવાનુ કહ્યુ. પણ ચંદીલાએ પૈસા પરત કરવાની ના પાડી દીધી અને બુકી સાથે લડી પડ્યા.

દુબઈમાં થયો બ્લૂ ફિલ્મ બનાવવાનો નિર્ણય

દિલ્હી પોલીસના મુજબ આ હેઠળ ખેલાડીઓને કાયમ માટે પોતાના દબાવમાં મુકવા માટે દુબઈમાં બેસેલા આકાઓએ ખેલાડીઓની અશ્લીલ વીડિયો બનાવવાનો નિર્ણય કર્યો. ખેલાડીઓ માટે યુવતીઓની વ્યવસ્થા કરાવનારને કહ્યુ કે જે હોટલમાં ખેલાડી છોકરી સાથે જાય ત્યા રૂમમાં ગુપ્ત કેમેરા લગાવી દો. જેથી એકવાર તેમની હરકતો કેમેરામા કેદ થઈ જશે તો આખી જીંદગી તેઓ તેમના ઈશારે કામ કરશે.

તો શ્રીસંતનો બની જતો MMS

શ્રીસંતના મિત્ર જીજૂ જનાર્દને દિલ્હી પોલીસની પૂછપરછમાં બતાવ્યુ કે તેણે મુંબઈની હોટલ તેનો MMS બનાવવાની કોશિશ કરી હતી. પણ કોઈ કારણસર આ થઈ ન શક્યુ. શ્રીસંતને જ્યારથી આ વાતની જાણ થઈ ત્યારથી તે ખૂબ પરેશાન છે. શ્રીસંતે પોલીસને જણાવ્યુ કે જીજૂ પૈસા માટે કશુ પણ કરી શકે છે. જીજૂ જે કેરલ માટે ક્રિકેટ રમી ચુક્યો છે. તે શ્રીસંત અને બુકીઝ માટે લિંકનુ કામ કરતો હતો. આરોપ છે કે જીજૂએ શ્રીસંત માટે યુવતીઓની વ્યવસ્થા કરવાના બદલમાં 10 લાખ રૂપિયા મળ્યા હતા. ધરપકડ થયેલા સટ્ટેબાજોમાંથી એક બુકી ચંદ્રેશ પટેલે આ વાત સ્વીકારી કે ખેલાડીઓના સેક્સ વીડિયો બનાવવાનો પ્લાન હતો.