શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

IPL માટે ક્લાર્ક હોટ ફેવરીટ

ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન માયકલ કલાર્ક ગયા વર્ષે ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)માં રમ્યો ન હતો. તેના પિતા અસ્વસ્થ હોવાના કારણે તે ખૂબ જ સફળ નિવડેલી સ્પર્ધામાંથી ખસી ગયો હતો પરંતુ આ વર્ષે તે શાનદાર રીતે આઇપીએલમાં એન્ટ્રી કરે તેવી સંભાવના છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ માયકલ કલાર્ક એક મિલિયન ડોલરમાં કરાર કરે તેમ માનવામાં આવે છે. એક મિલિયન ડોલરની રકમ ૬ઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે બીજી આઇપીએલ હરાજીમાં કોઇપણ કંપની તેના માટે બોલી લગાવી શકશે. ઓસ્ટ્રેલિયન વાયસ કેપ્ટન એક મિલિયન ડોલરના આંકડાને પાર કરનાર માત્ર બીજો વિદેશી ખેલાડી બનશે. ગયા વર્ષે એન્ડ્રુ સાયમંડને 1.35 મિલિયન ડોલરની ફી મળી હતી. કલાર્કે પોતાની કિંમત એક મિલિયન ડોલર ઓછામાં ઓછી મુકી હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષની હરાજી માટે યાદીમાં અન્ય 88 ખેલાડીઓ રહેલા છે. તેમાં કલાર્ક સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે.

ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન સહિતના ખેલાડીઓ આમાં રમનાર છે પરંતુ કંપનીઓ વધારે ઊત્સાહિત દેખાતી નથી. આ વર્ષે દરેક આઇપીએલ ટીમ ગયા વર્ષે પાંચ મિલિયન ડોલરની સરખામણીમાં બે મિલિયન ડોલરનું બજેટ ધરાવે છે. આઠ ટીમો અંતિમ અપડેટ યાદીની રાહ જોઇ રહી છે.