શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

IPL વિશ્વકપની સુરક્ષા માટે અધધ ખર્ચો

આઈપીએલ ટૂર્નામેંટ બાદ હવે પાંચ જૂનથી ઈંગ્લેન્ડમાં યોજાવા જઈ રહેલી ટ્વેંટી20 વર્લ્ડકપમાં કોઈ પણ જાતનો વિક્ષેપ કે આંતકી હુમલો ન થાય તેની સાવધાની માટે લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ટૂર્નામેન્ટના નિર્દેશક સ્ટીવ અલ્વર્દીએ કહ્યું હતું કે લાહોર અને મુંબઈ પર થયેલા આતંકી હુમલા બાદ વર્લ્ડ કપ માટે સુરક્ષા એક મહત્વનો મુદ્દો બની ગયો છે. આ સમયે અમે કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતા નથી.

તેમણે જણાવ્યુ કે આ ઉપરાંત વિશ્વકપ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે ખાનગી જાસૂસોની પણ મદદ લેવામાં આવી રહી છે. તેમજ લોડ્સ સહિત મેદાનોમાં ડોગ સ્કવોડ પણ ગોઠવવામાં આવશે.