શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 ડિસેમ્બર 2014 (11:01 IST)

હ્યુઝ પછી બોલ વાગવાથી ઈઝરાઈલના અંપાયર હિલ્લેલ અવાસ્કરનું મોત

ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન ફિલિપ હ્યુઝનુ મોત થયા પછી હવે ઈઝરાયેલના એક અંપાયેરે પણ ખૂની બોલના શિકાર થયા છે.  તેલ અવીવ તરફથી મળેલ માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાએ બેટ્સમેન ફિલિપ હ્યુઝનુ એક બાઉંસર વાગવાથી મોત થયા બાદ હવે લીગ મેચ દરમિયાન ઈઝરાઈલના એક અંપાયરનું પણ મોત થઈ ગયુ છે. મૂળ મુંબઇના ૫૫ વર્ષીય અમ્પાયર અવાસ્કર  બોલરના છેડે ઉભા હતા અને બેટ્સમેને ફટકારેલા પાવરફૂલ સ્ટ્રોક પર બોલ તેમની તરફ આવ્યો હતો અને સ્ટમ્પની સાથે ટકરાઇને ઉછળેલો બોલ અમ્પાયર અવાસ્કરના ગળા પર વાગ્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યા હતા પણ આખરે તેમનું અવસાન થયું હતુ.
 
 
સિડનીમાં ડોમેસ્ટિક ક્રિકેટ મેચમાં ફાસ્ટ બોલર શેન અબોટનો એક ઉછળતો બોલ વાગતાં યુવા બેટ્સમેન ફિલ હ્યુજનું મોત નીપજ્યું હતુ. જેના બે દિવસ બાદ ક્રિકેટના મેદાન પર બનેલી વધુ એક કરુણાંતિકાએ ક્રિકેટ ચાહકોને આંચકો આપ્યો છે. ઇઝરાઇલની પોલીસના જણાવ્યા અનુસાર ૫૫ વર્ષીય ઓસ્કારને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે તેમનો જીવ બચાવી શકાયો નહતો અને ઇજાના કારણે તેમનું નિધન થયું હતુ.
 
અવાસ્કર ઇઝરાઇલની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હતા અને તેમની કમનસીબી એ હતી કે, તેઓ જે મેચમાં અમ્પાયરિંગ કરી રહ્યા હતા, તે ઇઝરાઇલ ક્રિકેટ લીગની આ સિઝનની આખરી મેચ હતી. એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, અવાસ્કરને ગળાના ભાગે બોલ વાગ્યો તે પછી તેઓ મેદાન પર ઢળી પડયા હતા અને ત્યાર બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
 
 ઇઝરાઇલમાં ક્રિકેટ ખાસ લોક પ્રિય નથી, જો કે અશદોદ શહેરમાં ભારતીય મૂળના ઘણા લોકો વસે છે અને ત્યાં રમાતી એમેચ્યોર લીગ ભારે લોકપ્રિયતા ધરાવે છે. ક્રિકેટના મેદાન પર અમ્પાયરનું અવસાન થયું હોય તેવી આ બીજી ઘટના છે.અગાઉ પાંચ વર્ષ પહેલા વેલ્સના અમ્પાયરને બોલરનો થ્રો માથામાં વાગતા તેમને ગંભીર ઇજા થઇ હતી અને ત્યાર બાદ તેમનું મોત નિપજ્યું હતુ.