શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 6 જાન્યુઆરી 2015 (12:21 IST)

વિશ્વકપ માટે ભરતીય ટીમની પસંદગી આજે. શુ યુવરાજને મળશે રમવાની તક ?

આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડની સંયુક્ત મેજબાનીમાં થનારી આઈસીસી વિશ્વ કપ-2015 માટે ભારતીય ટીમની પસંદગી આજે થશે. બીસીસીઆઈ મંગળવારે મુંબઈ સ્થિત પોતાના મુખ્યાલયમાં થનારી બેઠકમાં વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમ ઉપરાંત ઈગ્લેંડ અને ઓસ્ટ્રેલિયાની સાથે થનારી આગામી ત્રિકોણીય શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરશે.  
 
વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમમાં આઠ બેટ્સમેન અને સાત બોલરોનો સમાવેશ કરી શકાય છે. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત એક વધારાના વિકેટકિપરને પણ રાખી શકાય છે. ધોની ઉપરાંત શિખર ધવન. રોહિત શર્મા. વિરાટ કોહલી. અજિક્ય રહાણે. સુરેશ રૈના. રવિચંદ્રન અશ્વિન. ભુવનેશ્વર કુમાર. ઈશાંત શર્મા. મોહમ્મદ સમી અને ઉમેશ યાદવનો સમાવેશ લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે. 
 
ત્યારબાદ ટીમમાં બે બેટ્સમેન અને બે બોલરોને પસંદ કરવાની જવાબદારી બીસીસીઆઈ પર છે. બેટ્સમેનોમાં અંબાતી રાયડુ. રોબિન ઉથપ્પા અને મુરલી વિજય પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જ્યારે કે બોલરોની દાવેદારીમાં વરુણ એરોન. સ્ટુઅર્ટ બિન્ની અને મોહિત શર્મા ઉપરાંત કર્ણ શર્મા પણ રેસમાં છે. 
 
બીસીસીઆઈ ખભાના પર વાગવાને કારણે અનફિટ રહેલ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાંથી હટનારા રવિન્દ જડેજાના બરાબરીના ખેલાડીની શોધ પણ કરી રહી છે. જડેજા જો ટીમમાં પસંદગી નહી પામે તો અક્ષર પટેલને તેમના સ્થાન પર ટીમમાં લઈ શકાય છે.  
 
વિશ્વ કપ માટે જાહેર શક્યત 30 ખેલાડીઓની યાદીમાંથી બહાર જઈને કોઈને સામેલ કરવાની શક્યતા ઓછી જ લાગી રહી છે. પણ એ જોવાનુ રસપ્રદ રહેશે કે 2011ના વર્લ્ડ કપમાં ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અને વર્તમન રણજી સત્રના ચાર મેચોમાં ત્રણ સદી લગાવી ચુકેલા યુવરાજ સિંહના નામ પર બીસીસીઆઈ વિચાર કરે છે કે નહી. 
 
30 સભ્યોની શક્યત ટીમ - મહેન્દ્ર સિંહ ધોની. શિખર ધવન. રોહિત શર્મા. રોબિન ઉથપ્પા. વિરાટ કોહલી. સુરેશ રૈના. અંબાતી રાયડુ. કેદાર જાધવ. મનોજ તિવારી. મનીષ પાંડેય. રિદ્દિમાન સાહા. સંજુ સૈમસંગ. રવિચંદ્રન અશ્વિન. પરવેઝ રસૂલ. કર્ણ શર્મા. અમિત મિશ્રા. રવિન્દ્ર જડેજા.અક્ષર પટેલ. ઈશાંત શર્મા. ભુવનેશ્વર કુમાર્ મોહમ્મદ સમી. ઉમેશ યાદવ. વરુણ એરોન. ધવલ કુલકર્ણી. સ્ટુઅર્ટ બિન્ની. મોહિત શર્મા. અશોક ડિંડા. કુલદીપ યાદવ. અને મુરલી વિજય.