ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

આઇપીએલ કરતાં ઇંગ્લેન્ડ મહત્વપૂર્ણ

વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલ ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર એન્ડ્રયું ક્લિન્ટોફે સંકેત આપ્યો છે કે તે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ એશીઝ શૃંખલા માટે સજજ થવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાંથી હટી શકે છે.

વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની શ્રેણી દરમિયાન થાપાના ભાગે થયેલી ઇજાથી ઘવાતાં ક્લિન્ટોફને પરત ફરવું પડ્યું છે. ક્લિન્ટોફને આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગે રેકોર્ડતોડ રકમ રૂ. 7.50 કરોડમાં ખરીદ્યો હતો.

તેણે ભાર મુકતાં કહ્યું હતું કે, ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરવું તેના માટે પ્રાથમિકતા છે. તે વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ આગામી એક દિવસીય શ્રેણીમાં પરત ફરે તેવી આશા છે.