શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 28 એપ્રિલ 2012 (09:35 IST)

આઈપીએલ 5 : ડેરડેવિલ્સે મુંબઈને 37 રને હરાવ્યુ

P.R
કેપ્ટન વિરુની વિસ્ફોટક ઈનિંગ્સ બાદ પઠાણ-નદિમની શાનદાર બોલિંગની મદદથી દિલ્હીએ મુંબઈને 37 રનથી હરાવ્યું હતુ.

દિલ્હીએ જીત માટે આપેવા 208 રનના જંગી લક્ષ્યાંકના જવાબમાં મુંબઈ 9 વિકેટના નુકસાને 170 રન જ બનાવી શક્યું હતુ. પઠાણ અને મોર્કલના ઝંઝાવાત સામે મુંબઈએ માત્ર 19 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા દીધી હતી.

જોકે, ત્યાર બાદ દિનેશ કાર્તિક અને રાયડૂએ ચોથી વિકેટ માટે 96 રનની ભાગીદારી નોંધાવી મુંબઈ માટે જીતની આશા જગાવી હતી. પરંતુ 13મી ઓવરમાં અગકરે દિનેશ કાર્તિકને બોલ્ડ કરી આક્રમક બનેલી ભાગીદારી પર બ્રેક લગાવી હતી. કાર્તિકે 28 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા.

તો નદિમે એક જ ઓવરમાં રાયડૂ(62) અને વિસ્ફોટક પોલાર્ડની(16) વિકેટ ઝડપી મુંબઈની જીતની આશા પર પાણી ફેરવી દીધુ હતુ. ત્યાર બાદ નિચલી હરોળના બેટ્સમેનો ઉમેશ યાદવ સામ ટકી શક્યા ન હતા અને રોબિન પીટરસન(2), ભજ્જી(15) અને મલિંગા(11) રન બનાવી પેલેવિયન ભેગા થઈ ગયા હતા. દિલ્હી તરફથી શાનદાર બોલિંગ કરી પઠાન-નદિમ-ઉમેશ યાદવે 2-2 અને મોર્કલ-અગરકરે 1-1 વિકેટ ઝડપી હતી.