શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 નવેમ્બર 2014 (16:13 IST)

આઈપીએલ સ્પોટ ફિક્સિંગ તપાસ રિપોર્ટ - કોર્ટે બતાવ્યા 4 નામ

આઈપીએલ સ્પોટ ફિક્સિંગ બાબતે શુક્રવારે સુપ્રીમ કોટે મુદ્દગલ કમિટી પર સુનાવણી કરી. કોર્ટે મુદ્દગલ કમિટીની રિપોર્ટમાં જે લોકોનુ નામ છે તેમનો ખુલાસો કર્યો. રિપોર્ટમાં પાંચ અધિકારી અને ત્રણ ખેલાડીઓના નામ છે. કોર્ટે જણાવ્યુ કે રિપોર્ટમાં ખેલાડીઓનો રોલ સ્પષ્ટ નથી. આ બાબતે આગામી સુનાવણી હવે 24 નવેમ્બરના રોજ થશે. 
 
આ રિપોર્ટમાં મયપ્પન,રાજ કુંદ્રા, સુંદર રમન અને એન શ્રીનિવાસનનુ નામ છે. કોટે કહ્યુ કે રિપોર્ટમાં ચાર ખેલાડીઓનો રોલ સ્પષ્ટ નથી. કોર્ટે કહ્યુ કે ખેલાડીઓના નામ મુદ્દગલ રિપોર્ટમાંથી હટાવાશે. અને તેમના વકીલોને અપાશે. 
કોર્ટે કપિલ સિબ્બલને કહ્યુ કે બીસીસીઆઈના ચૂંટણી પર કોઈ રોક નહી લગાવાય. કોર્ટે સલાહ આપી કે બીસીસીઆઈ નિર્ણય પછી જ ચૂંટણી કરે.  આગામી સુનાવણી 24 નવેમ્બરના રોજ થશે. 
 
આ પહેલા આઈપીએલ સ્પોટ ફિક્સિંગ બાબતે સોમવારે સુપ્રીમ કોર્ટમાં મુદ્દગલ કમિટીની રિપોર્ટ પર સુનાવણી થવાની હતી. પણ કોર્ટે તેને સ્થગિત કરતા સુનાવણી માટે શુક્રવારેનો દિવસ નક્કી કર્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે તેનો આખો રિપોર્ટ નહોતો વાંચ્યો અને તેને વાંચવા માટે થોડો સમય જોઈશે.