શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: જોહાનિસબર્ગ , શુક્રવાર, 2 ઑક્ટોબર 2009 (13:40 IST)

આઈસી એવોર્ડ સમારોહમાં ટીમ ઈંડિયાની ધૂમ

આઈસીસી અવૉર્ડ્સમાં આ વખતે ભારતની બોલબાલા રહી. ટીમ ઇંડિયા વન-ડે-ટીમ ઑફ ધિ ઈયરના સમ્માનથી નવાજવામાં આવી જ્યારે ભારતીય કપ્તાન મહેંદ્ર સિંહ ધોની આઈસીસી વન-ડે પ્લેયર ઑફ ધિ ચૂંટવામાં આવ્યાં. જ્યારે ગૌતમ ગંભીરને આઈસીસી ટેસ્ટ પ્લેયર ઑફ ઈયર ચૂંટવામાં આવ્યાં.

ટીમ ઇંડિયા દક્ષિણ આફ્રીકાથી ચેમ્પિયન ટ્રોફી જીતીને ભલે ન લાવી શકી પરંતુ માહીના ખેલાડીઓ ત્યાંથી બેરંગ પરત ફર્યા નથી. ક્રિકેટના ઑસ્કર ગણાતા આઈસીસી એવૉર્ડ સમારોહમાં ટીમ ઇંડિયા અને તેના કપ્તાન મહેંદ્ર સિંહ ધોનીની ધૂમ રહી. ભારતને સમ્માનથી નવાજવામાં આવ્યું સાથે જ ટીમના ખેલાડીઓને કેટલાયે સમ્માન મળ્યાં.

માહીને વન-ડે ઓફ ધિ ઈયર સમ્માનથી નવાજવામાં આવ્યાં. સાથે જ ધોનીને આઈસીસીની વન-ડે તથા ટેસ્ટ ટીમોની કમાન પણ સોંપવામાં આવી.