બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: જયપુર , શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (20:14 IST)

આરસીએ મતદારોને ધમકાવે છે

રાજસ્થાન ક્રિકેટ સંઘના સદસ્યોના પેટ્રોલ પંપો પર છાપા મારવા અંગે પ્રશ્નાર્થ લગાવી ક્રિકેટ સંઘના અધ્યક્ષ લલિત મોદીએ આજે કહ્યું હતું કે, અશોક ગેહલોત સરકાર એક માર્ચે થનાર આરસીએ ચૂંટણી પહેલા મતદારોને આડકતરી રીતે ધમકાવી રહી છે.

મોદીએ મુંબઇથી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરસીએના બે સદસ્યો મહેન્દ્ર શર્મા અને એમ નાહરના અનુક્રમે ઉદયપુર અને ભીલવાડા સ્થિત પેટ્રોલ પંપો ઉપર જિલ્લા પુરવઠા અધિકારી, તોલ માપ વિભાગ તથા તેલ કંપના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે છાપા મારવામા આવ્યા હતા.

તેમણે આરોપ લગાવ્યો કે, છાપો માર્યા પછી તરતજ આ બંનેને કોઇ ગુમનામ વ્યક્તિએ ફોન કરી રાજ્યના મુખ્યમંત્રીના વિશેષ સચિવ શ્રીમતી પાંડે સાથે સંપર્ક કરવા જણાવ્યું હતું. આ ગેહલોત સરકારનો ચૂંટણીમાં સીધો હસ્તક્ષેપ છે.