બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

આવતીકાલે જયપુરમાં પ્રથમ વનડે, ચુસ્ત સુરક્ષા

જયપુરમાં આવતીકાલે રમાવવાની ભારત-દક્ષિણ આફ્રિકાની પ્રથમ વન-ડે મેચના માટે પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

મેચ દરમિયાન સવાઈ માનસિંહ સ્ટેડિયમની આસપાસ અને અંદર લગભગ એક હજાર સૈનિક ગોઠવવામાં આવશે. આ ઉપરાંત એટીએસ કમાંડો પણ હાજર રહેશે. સ્ટેડિયમની અંદર અને બહાર 250 સીસીટીવી લગાડવામાં આવ્યા છે, જે સ્ટેડિયમની આજુબાજુ થનારી ગતિવિધિ પર ધ્યાન રાખશે.

સ્ટેડિયમ અને ખેલાડીઓની સુરક્ષા માટે વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે. આ માટે વિશેષરૂપે હૈદરાબાદથી ડોક સ્કવોયડ ટુકડી બોલાવવામાં આવી છે. સ્ટેડિયમમા મેચ જોવા આવનારાઓની તપાસમાં લાગેલા સુરક્ષા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ વ્યક્તિ પર્સ લઈને અંદર ન જવી જોઈએ. માત્ર થોડા પૈસા જ લઈને અંદર જઈ શકે છે. કોઈપણ વ્યક્તિ ઝંડો તો લઈ જઈ શકે છે પરંતુ દંડો નથી લઈ જઈ શકતુ.