ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Updated :દુબઈ , મંગળવાર, 31 માર્ચ 2009 (14:06 IST)

ઈશાંતની આઈસીસી રેન્કિગમાં છલાંગ

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બીજા ટેસ્ટમાં સદી ફટકારીને મેચ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ છ ડગલાની છલાંગ લગાવીને આજે આઈસીસી રેકિંગનાં ટોપ 20 માં પુનરાગમન કરવામાં સફળ રહ્યાં. તે આજે જારી આઈસીસી રૈકિંગમાં 15 માં નંબર પર પહોંચી ગયા છે.

ટેસ્ટ બોલરોની રેકિંગમાં ભારતીય ઝડપી બોલર ઈશાંત શર્માએ ડ્રો થયેલા બીજા મેચમાં 95 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને આ પ્રદર્શનના કારણે તે દક્ષિણ આફ્રીકાના જેક કાલિસ, પાકિસ્તાનના દાનિશ કનેરિયા અને ઈંગ્લેન્ડના મોન્ટી પાનેસરએ પછાડીને પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 17 માં સ્થાન પર પહોંચી ગયો. લક્ષ્મણે શતક ફટકારીને નેપિયરમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતને બીજી મેચ ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ સ્ટાલ્રિશ બેટ્સમેને ભારતની 305 રનનાં પ્રથમ દાવમાં 76 અને પછી અણનમ 124 રનોનો દાવ રમ્યો હતો જેનાથી મહેમાન ટીમે ફોલો ઓન બાદ ચાર વિકેટ પર 476 રન બનાવ્યાં હતાં.