શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

એશેજ શ્રેણી 2010-11 કાર્યક્રમ જાહેર

એશેજ જીતવાના છ સપ્તાહ બાદ ઈગ્લેંડને ઓસ્ટ્રેલિયાઈ જમીન પર આ ટ્રોફીની રક્ષાના અભિયાન માટે કમર કસવી પડશે કારણ કે, તેને ટ્રોફીને બચાવાની તૈયારી કરવા માટે 14 માસનો સમય મળ્યો છે.

વર્ષ 2005 માં એશેજ જીત્યા બાદ ઈંગ્લેન્ડ જ્યારે 2006-07 માં આ શ્રેણીને પોતાની પાસે જાળવી રાખવા માટે ઉતર્યું હતું તો ઓસ્ટ્રેલિયાએ પોતાની જમીન પર તેને 5-0 થી હરાવી દીધું હતું.

ઇંગ્લેન્ડે આ વખતે 2-1 થી એશેજ જીતી છે અને તે તેની રક્ષાના અભિયાનની શરૂઆત આગામી વર્ષે 25 નવેમ્બરના રોજ બ્રિસબેનમાં કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2010..2011 શ્રેણીની તારીખ કાલે મોડી રાત્રે લંડનમાં જાહેર કરી.

એશેજ હાર બાદ આઈસીસી ટેસ્ટ રૈંકિંગમાં પહેલેથી જ ચોથા સ્થાન પર ફસાડાયા બાદ ઓસ્ટ્રેલિયાને પોતાની જમીન પર જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે કારણ કે, ઈંગ્લેન્ડ અહીં 1987 બાદ એશેજ શ્રેણી જીતવામાં નિષ્ફળ રહ્યું છે.

બન્ને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 25 થી 29 નવેમ્બરના રોજ ગાબામાં રમવામાં આવ્યશે ત્યાર બાદ બન્ને ટીમો એડિલેડ જશે જ્યાં ત્રણથી સાત ડિસેમ્બર વચ્ચે બીજો ટેસ્ટ યોજાશે. ત્રીજો ટેસ્ટ પર્થમાં 16 થી 20 ડિસેમ્બર, ચોથો ટેસ્ટ મેલબર્નમાં 26 થી 30 ડિસેમ્બર અને પાંચમો અએ અંતિમ મેચ ત્રણથી સાત જાન્યુઆરી સુધી સિડનીમાં રમવામાં આવશે.