ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

કેપ્ટન કુલ થયા 30 ના.. હેપી બર્થ ડે માહી

N.D
ભારતીય ક્રિકેટ ટીમના ત્રણે સ્વરૂપોના વર્તમાન કપ્તાન મહેન્દ્ર સિંહ ધોને આજે 30 વર્ષના થઈ ગયા છે. ધોની કંપનીઓ માટે સૌથી મોટી બ્રાંડ, હારેલી બાજી જીતનારા બાજીગર અને ભારતીય ક્રિકેટપ્રેમીઓનુ દરેક સપનુ પુરૂ કરવાના પારસમણિ છે.

7 જુલાઈ 1981ના રોજ જન્મેલા ધોની ડિસ્મેબર 2004માં પોતાની પ્રથ આંતરરાષ્ટ્રીય મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ જ્યારે શૂન્ય રને આઉટ થયા ત્યારે કોઈએ વિચાર્યુ પણ નહોતુ કે એક દિવસ રાંચીના આ જાંબાઝ સિક્સર લગાવીને ભારતના ભાગ્યમાં વર્લ્ડકપ લખી દેશે. ભારતને ટેસ્ટ ક્રિકેટની બાદશાહી અપાવનારા ધોનીને 'મિડાસ ટચ' ટેસ્ટ, એકદિવસીય, ટ્વેંતી-20 અને અઈપીએલમાં પણ દુનિયાએ જોયા.

ધોની વિશે કહેવામાં આવે છે કે તે માટીને પણ અડી લે તો સોનુ બની જાય છે. તેમણે વારંવાર આને સાબિત પણ કર્યુ છે. તેમની કપ્તાનીમાં ભારત એ વર્ષ 2007માં ટ્વેંટી-2- વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ધોનીએ ક્યારેય પાછળ વળીને ન જોયુ અને એક પછી એક ઘણી સફળતાઓ મેળવતા ગયા. આ માહીની કપ્તાનીનો જાદુ છે કે ભારત ડિસેમ્બર 2009માં પહેલીવાર આઈસીસી ટેસ્ટ રેકિંગમાં ટોચ પર પહોંચી ગયુ અને ત્યારથી તેણે પોતાનો રૂઆબ કાયમ રાખ્યો છે. એટલુ જ નહી કેપ્ટન કુલ ધોનીએ ભારતને 28 વર્ષ પછી એકદિવસીય વિશ્વકપનો ખિતાબ જીતાડીને પોતાની કપ્તાનીને સાબિત કરી.

ધોનીને ઘણા સન્માન પણ મળ્યા છે. જેને વર્ષ 2008 અને 2009માં આઈસીસી એકદિવસીય પ્લેયર ઓફ ધ ઈયર પુરસ્કાર(પ્રથમ ભારતીય ખેલાડી જેમને આ સન્માન મળ્યુ), રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને 2009માં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિકનુ સન્માન, પદ્મશ્રી પુરસ્કાર. સાથે જ 2009માં વિઝડનન સર્વપ્રથમ ડ્રીમ ટેસ્ટ અગિયારમાં ધોનીને કપ્તાન પદ મળ્યુ અને આ વર્ષે ફોર્બ્સ દ્વારા રજૂ દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોની યાદીમાં ટોચનુ સ્થાન મળ્યુ.

એક સમયે રેલવેમાં ટિકિટ સંગ્રાહકની નોકરી કરનારા ધોનીને 'ટાઈમ પત્રિકા'એ 2011ના સૌથી પ્રભાવી 100 લોકોમાં સમાવેશ કર્યો. વિશ્વ વિજેતા કપ્તાન ધોનીએ પોતાની બાળપણની મિત્ર સાક્ષી રાવત સાથે ગયા વર્ષે ચાર જુલાઈના રોજ દેહરાદૂનમાં પરિણય સૂત્રમાં બંધાયા.

ભારતના સફળ કપ્તાનોમાંથી એક માહીને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ..