શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2013 (10:58 IST)

કોહલીના કપ્તાની રેકોર્ડથી જીત્યુ ભારત

ટીમ ઈંડિયાનુ ભવિષ્ય વર્તમાન સમયે 'વિરાટ' લાગી રહ્યુ છે. દિલ્હીના સ્ટાર વિરાટ કોહલીએ જે રીતે કપ્તાની રમત રમી છે. એવુ લાગી રહ્યુ છે કે 2015ના વર્લ્ડ કપ માટે આપણને એક વધુ લીડર મળી ગયો છે.

P.R


પહેલા વેસ્ટ ઈંડિઝ અને હવે ઝિમ્બાબવે વિરુદ્ધ વનડે સેંચુરી લગાવીને તેણે એક એવો કરતબ બતાવ્યુ છે જે ક્યારેય કોઈ ભારતીય દિગ્ગજ નહોતો કરી શક્યો.

વિરાટ સામે કોઈ મોટો પડકાર નહોતો પણ તેણે એક કપ્તાનના રૂપમાં પોતાનુ ધૈર્ય બનાવી રાખ્યુ અને તેની લીડૅરશીપ ક્વાલિટીનો નમૂનો બતાવી દીધો. કોહલીએ મુશ્કેલ પિચ પર જ્યારે દરેક ટોપ ઓર્ડર બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ 100થી ઓછો હતો ત્યા 106.48ની સ્ટ્રાઈક રેટ પર શ્રેષ્ઠ સદી લગાવી. તેણે માત્ર 108 બોલનો સામનો કરીને 13 ચોક્કા અને 1 છક્કાની મદદથી 115 રન બનાવ્યા.

આ સાથે જ 24 વર્ષના કોહલીએ એક એવો રેકોર્ડ બનાવ્યો જે આવનારા સમયમાં કોઈ ઈંડિયન નહી બનાવી શકે.