ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

ગાવાસ્કર, યુવીની બુકાનને કરી ટીકા !

જ્હોન બુકાનને પોતાના પુસ્તકમાં ગાગુલીના કર્યા વખાણ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કોચ અને ઇન્ડિયન પ્રિમિયર લીગ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સના કોચ જહોન બુકાનનના ભારત સાથેના સંબંધો લગભગ પૂરા થઇ ગયા છે પરંતુ ભારતીય ક્રિકેટરો પ્રત્યે કેટલાક મામલે તેમની નારાજગી હજુપણ અકબંધ છે. બુકાનને પુસ્તકમાં કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો અને વર્તમાન ક્રિકેટરોની જોરદાર ઝાટકણી કાઢી છે. બુકાનને તેના પુસ્તકમાં મહાન ખેલાડી સુનિલ ગાવસ્કર અને યુવા પેઢીના લોકપ્રિય ક્રિકેટર યુવરાજસિંઘની આકરી નિંદા કરી છે.

બુકાનને પુસ્તકમાં જણાવ્યું છે કે યુવરાજ આધૂનિક સમયનો ગાંગુલી બનવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ ગાંગુલી જેવો કરિશ્મા તે ધરાવતો નથી. સુનિલ ગાવસ્કરની પણ ઝાટકણી કાઢી છે. તેના નવા પુસ્તક ધ ફયુચર ઓફ ક્રિકેટ, ધ રાઇઝ ઓફ 20-20માં બુકાનને માત્ર સુનિલ ગાવસ્કરની જ નહીં બલ્કે અન્ય કેટલાક ક્રિકેટરને પણ ઝાટકી કાઢ્યા છે. સુનિલ ગાવસ્કર પક્ષપાતથી ગ્રસ્ત છે તેમ બુકાનને જણાવ્યું છે. હરભજનસિંઘ, કેવિન પીટરસન અને શોએબ અખ્તરને પણ બુકાનને છોડ્યા નથી.

રસપ્રદ બાબત એ છે કે ગાંગુલીની આ પુસ્તકમાં પ્રસંશા કરવામાં આવી છે. પુસ્તકના એક પ્રકરણમાં બુકાનને ગાંગુલી અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલની પણ સરખામણી કરી છે. એક અગ્રણી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં બુકાનને કહ્યું છે કે તેનું પુસ્તક વિશ્વ ક્રિકેટની આંતરિક બાબતો તરફ પ્રકાશ ફકે છે. કોઇ ટિપ્પણી કરતા પહેલા આ પુસ્તક વાંચવા બુકાનને તમામ હરિફોને કહ્યું છે.