ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 16 મે 2009 (20:57 IST)

ચેન્નઈનો સાત વિકેટે વિજય

આઈપીએલમાં આજની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈંડિયંસ સામે 7 વિકેટથી જીત મેળવી લીધી છે. 57 બોલમાં અણનમ 60 રન ફટકારનાર ચેન્નઈ ટીમના હેડનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

આઈપીએલ ટૂર્નામેંટની મેચોમાં આજે મુંબઈ ઈંડિયંસે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી ચેન્નઈ સુપર કિંગ્સને 148 રનનું લક્ષ્ય આપ્યુ હતું.

મુંબઈ ઈંડિયંસ તરફથી ડ્યુમીનીએ શાનદાર 54 બોલમાં 62 રન ફટકાર્યા હ્તાં. જ્યારે સનથ જયસૂર્યાએ 17 બોલમાં 30 રન કર્યા હતાં. તેમજ એએમ નાયરે 27 બોલમાં 33 રન કરી અણનમ રહ્યા હતાં.

ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી સુરેશ રૈના, મોરકેલ અને ત્યાગી 1-1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતાં.

જ્યારે મુંબઈ ઈંડિયંસ તરફથી મલિંગા, કુલકર્ની અને બ્રેવોએ 1-1 વિકેટ લીધી હતી. જોકે ચેન્નઈ ટીમના ધુરંધરોએ 148 રનના મામૂલી સ્કોરને 7 વિકેટના બચાવ સાથે સાથે બનાવી લીધો હતો.