શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

ટાઈ યોગ્ય પરિણામ હતુ - કુક

N.D
ઈગ્લેંડના એકદિવસીય ટીમના કપ્તાન એલિસ્ટર કુક એ ભારતની સાથે રમાયેલ ચોથી વનડેને બરાબરી પર પુરી કરવાના નિર્ણયને યોગ્ય બતાવ્યો છે.

લોર્ડ્સમાં રવિવારે રમાયેલ વરસાદથી બાધિક ચોથી એકદિવસીય મેચ ડકવર્થ લુડ્સ નિયમ હેઠળ ટાઈ થઈ ગયો. ઈગ્લિશ ટીમ આ શ્રેણીમાં 2-0થી આગળ છે. આ રીતે મેજબાન ટીમએ શ્રેણી પર કબજો કર્યો. શ્રેણીની અંતિમ હરીફાઈ 16 સપ્ટેમ્બરના રોજ કાર્ડિફમાં રમાશે.

મેચ પછી કુક એ કહ્યુ, 'અમે લક્ષ્યના ખૂબ નિકટ હતા, અમે ડકબર્થ લુડ્સ નિયમને ધ્યાનમાં મુકીને બેટિંગ કરી રહ્યા હતા. તેથી અમે વધુમાં વધુ એક-એક રન લઈ રહ્યા હતા અમને વરસાદના આવવાની આશા નહોતી. ટાઈ યોગ્ય પરિણામ હતુ.'

આ હરીફઈમાં કેરિય4અની સર્વશ્રેષ્ઠ રમત રમનારા ઓલરાઉંડર રવિ બોપરા(96)ના કુકે ખૂબ વખાણ કર્યા. બોપારા અને સુરેશ રૈનાને સંયુક્ત રીતે 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા.

કુક એ કહ્યુ, 'બોપારાનો દાવ શાનદાર હતો. અમે ભારતને ઓછામાં ઓછા સ્કોર પર રોકવાની ભરપૂર કોશિશ કરી, પરંતુ મહેન્દ્ર સિંહ ધોની અને રૈનએ શ્રેષ્ઠ રમત બતાવી.

જો અમે ભારતને 250 રનની કુલ સ્કોર પર રોકી લેતા તો અમે કદાચ લક્ષ્ય સુધી સહેલાઈથી પહોંચી જતા.