શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: શુક્રવાર, 28 મે 2010 (07:52 IST)

ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં

ND
N.D
ઈંગ્લેન્ડને ટી-20 ક્રિકેટ વિશ્વકપનું પદક અપાવનારા કપ્તાન પોલ કોલિંગવુડે કહ્યું છે કે, આ જીત 2005 અને 2009 ની એશેજ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મળેલી જીતથી ઓછી નથી.

કોલિંગવુડે આ જીતની તુલના એશેજથી કરતા કહ્યું છે કે, આ અમારુ પ્રથમ વિશ્વ કપ પદક છે. 2005 અને 2009 માં એશેજ જીતીને જે ખુશી ઈંગ્લેન્ડવાસીઓ થઈ હતી. તે ટી-20 ટૂર્નામેન્ટ જીત્યા બાદ મળી છે. ઈંગ્લેન્ડે રવિવારે ઓસ્ટ્રેલિયાને ટી-20 વિશ્વ કપના ફાઈનલમાં સાત વિકેટથી હારીને પ્રથમ આઈસીસી પદક જીત્યું હતું.

જો કે, એશેજ ટેસ્ટ શ્રેણીને લઈને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની પ્રતિસ્પર્ધા જગજાહેર છે. બન્ને દેશોના જ નહીં પરંતુ દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ આ શ્રેણીની રાહ જોતા હોય છે.

કોલિંગવુડે ટી-20 માં મળેલી જીતનો શ્રેય ખેલાડીઓની કઠીન મહેનતને આપ્યો. તેમણે કહ્યું કે, અમે દરેક ક્ષણની ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ અને તેને મેળવવા માટે આકરી મહેનત કરી. એ જ મહેનતનું પરિણામ છે કે, જેનાથી અમે આ પદકના ભાગીદાર બન્યાં છે.

ટીમ આ જીતથી રોમાંચિત છે. અમે તેને કદી પણ નહીં ભૂલીએ.