શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|
Last Modified: લાહોર , રવિવાર, 28 જૂન 2009 (12:00 IST)

ટી-20ને ઓલંપિકમાં સમાવો

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મીયાદાદે ટ્વેન્ટી 20 ક્રિકેટને ઓલંપિકમાં સમાવવા માટેની એડમ ગિલક્રિસ્ટની માંગને સમર્થન આપતાં કહ્યું હતું કે, ક્રિકેટના આ નાના સ્વરૂપની લોકપ્રિયતા દેખતાં તેને ઓલંપિકનો હિસ્સો બનાવવો જોઇએ.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકિપર એડમ ગિલક્રિસ્ટે આઇસીસીને કહ્યું હતું કે, આ વિશ્વ સંસ્થા 20-20 ક્રિકેટને ઓલંપિકમાં સમાવવા માટે મદદ કરી શકે છે.

ગિલક્રિસ્ટનું કહેવું છે કે, ઓલંપિક જ ક્રિકેટને સમગ્ર દુનિયામાં લોકપ્રિય બનાવવાનો સૌથી મહત્વનો મંચ છે. મિયાંદાદે પણ ગિલક્રિસ્ટની આ વાતનું સમર્થન કરતાં કહ્યું હતું કે, ટેસ્ટ અને વનડેને ઓલંપિકમાં સામેલ કરવી શક્ય ન હતી પરંતુ ક્રિકેટના આ નાના સ્વરૂપને આસાનીથી ઓલંપિકમાં સમાવી શકાય એમ છે.