શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

ટીમ ઈંડિયાએ કાંગારૂને 99 રને હરાવ્યુ

PTI
વિદર્ભ ક્રિકેટ સંઘ મેદાન પર બુધવારે રમાયેલી બીજી એકદિવસીય વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવી દીધુ.

ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં સાત વિકેટ પર 354 રન બનાવ્યા અને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની (124 રન, 107 બોલ, 9 ચોક્કા, 3 છક્કા)ના કેરિયરના પાંચમા એકદિવસીય સદીની મદદથી ઓસ્ટ્રેલિયાની સામે ખૂબ જ પડકારરૂપ લક્ષ્ય મુક્યુ. જેના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાઈ ટીમ પોતાની લયમાં જોવા ન મળી અને 48.3 ઓવરમાં 255 રન બનાવી પેવેલિયન ભેગી થઈ ગઈ. માઈકલ હસી ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન રહ્યા. તેમણે 60 બોલમાં છ ચોક્કાની મદદથી 53 રન બનાવ્યા.