શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

ટેલરની તોફાની બેટિંગથી ન્યુઝીલેંડ 110 રને જીત્યુ

N.D
'બર્થડે બોય' રોસ ટેલરે પોતાના 27માં જન્મદિવસ પર વિસ્ફોટક સદી મારી(અણનમ 131) અને ઝડપી બોલરોના દમદાર પ્રદર્શનથી ન્યુઝીલેંડે પાકિસ્તાનને મંગળવારે રાત્રે સમૂહ-એમાં 22ઓ રનથી કરારી હાર આપીને વિશ્વકપના ક્વાર્ટરફાઈનલમાં પહોંચવાનો પોતાના દાવો મજબૂત કરી લીધો.

ટેલરે જીવનની સર્વશ્રેષ્ઠ રમત રમતા 124 બોલમાં આઠ ચોક્કા અને સાત ગગનચુંબી છક્કાની માર્યા. ટેલરની આ રમતને કારણે ન્યુઝીલેંડ 50 ઓવરમાં સાત વિકેટ પર 302 રન બનાવી શક્યુ. કીવી બેટ્સમેનોએ છેલ્લી પાંચ ઓવરમાં દસ છક્કા અને છ ચોક્કા મારતા 100 રન બનાવી નાખ્યા.

જેના જવાબમાં પાકિસ્તાની ટીમ શરૂઆતમાં જ લડખડાઈ ગઈ. પાકિસ્તાને પોતાની ચાર વિકેટ માત્ર 23 રનના સ્કોર પર જ ગુમાવી દીધી અને 66 રન પર 6 વિકેટ ગુમવી દીધી હતી. પાકિસ્તાનની ટીમ છેવટે 41.4 ઓવરમાં 192 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ.