ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 16 નવેમ્બર 2009 (15:52 IST)

ઠાકરે સામે પગલા લેવાની માગણી

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના નિવેદન પર શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના આરોપો પર બીસીસીઆઈએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા તેમના પર કાર્યવાહી કરવાની માગણી કરી છે.

ઠાકરેએ શિવસેનાના મુખપત્ર ‘સામના' માં કહ્યું છે કે, સચિને આ પ્રકારનું નિવેદન આપીને નો બોલ પર સિંગલ લેવાની જરૂરિયાત ન હતી.

તેમણે કહ્યું કે, આવું નિવેદન આપીને મરાઠી માનુષોની પીચ પર તે રન આઉટ થઈ ગયાં છે. જ્યારે મરાઠી માનુષોએ મુંબઈ મળ્યું ત્યારે સચિને જન્મ પણ લીધો ન હતો. મુંબઈને મેળવવા માટે 105 મરાઠીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.

ઠાકરેએ વિરોધ વ્યક્ત કર્યો છે કે, સચિન ‘ક્રીજ' છોડીને એવા નિવેદન આપીને મરાઠીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડીને રાજનીતિની પિચ પર દખલ દઈ રહ્યાં છે.

તેંદુલકરે ગત સપ્તાહે કહ્યું હતું કે, મુંબઈ ભારતનો ભાગ છે અને હું તેને એવી જ રીતે જોઈ રહ્યો છું. હું મરાઠી છુ અને મને તેના પર ગર્વ છે પરંતુ હું પ્રથમ ભારતીય છું. બીસીસીઆઈએ ઠાકરેના નિવેદન પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.